Fri,26 April 2024,11:27 pm
Print
header

નાસાને ચંદ્રની ધરતી પર ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો કાટમાળ મળ્યો, ત્રણ ટુકડાના ફોટો જાહેર કર્યા

ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને લઇને મહત્વના સમાચાર સામે આવ્યાં છે, મિશન ફેઇલ થઇ ગયા પછી હવે ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો કાટમાળ નાસાને મળી આવ્યો છે, લેન્ડિંગ ક્રેશ સાઇટથી 750 મીટર દૂર વિક્રમ લેન્ડરના ત્રણ ટુકડા મળી આવ્યાં છે, નાસાએ તેના ફોટો જાહેર કર્યા છે, જે જગ્યાએ વિક્રમ લેન્ડર ક્રેશ થયું છે, ત્યા ચંદ્રની ધરતી પર પણ નાનો ખાડો પડી ગયો હોવાનું નાસાને જાણવા મળ્યું છે, આ મામલે નાસા ટૂંક સમયમાં એક રિપોર્ટ ઇસરોને સોંપશે. 

17 સપ્ટેમ્બર 2019ના દિવસે ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો ચંદ્ર પર લેન્ડિંગની મીનિટો પહેલા જ સંપર્ક તૂટી ગયો હતો, અનેક દિવસો પછી પણ તેનો સંપર્ક ન થતા ઇસરો દ્વારા આ મિશન ફેઇલ રહ્યું હોવાનું સ્વીકારી લેવામાં આવ્યું હતુ.અને હવે નાસાને તેના કાટમાળના ફોટો મળી આવ્યાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch