Sat,27 April 2024,7:02 am
Print
header

એડમિટ કાર્ડ પર PM મોદી અને રાજ્યપાલની તસવીરો વાયરલ કરનારા વિદ્યાર્થીઓ વિરુદ્ધ નોંધાઈ FIR- Gujarat Post

પહેલા પણ બિહારમાં એડમિટ કાર્ડ પર બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી અને સની લિયોનીના નામ છપાયા હતા 

બિહારઃ દરભંગામાં વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણના ફોટા છાપવાના મામલે યુનિવર્સિટી પ્રશાસને FIR નોંધાવી છે. અગાઉ,સોશિયલ મીડિયા પર એડમિટ કાર્ડ વાયરલ થયા પછી, યુનિવર્સિટીના રજિસ્ટ્રારે નોટિસ જારી કરીને તપાસના આદેશ આપ્યાં હતા.

દરભંગામાં લલિત નારાયણ મિથિલા યુનિવર્સિટી સાથે સંલગ્ન મધુબની, સમસ્તીપુર અને બેગુસરાય જિલ્લાની કોલેજોમાં બીએ પાર્ટ III ના વિદ્યાર્થીઓની પરીક્ષા માટેના એડમિટ કાર્ડ જારી કરવામાં આવ્યાં હતા. આ કોલેજોની હેડ ઓફિસ દરભંગામાં છે. વિદ્યાર્થીઓએ ઓનલાઈન એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યાં ત્યારે તેઓએ પીએમ મોદી, એમએસ ધોની અને રાજ્યપાલની તસવીરો છપાયેલી જોઈ, અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી.

વિદ્યાર્થીઓ સામે નોંધાઈ એફઆઈઆર 

યુનિવર્સિટી પ્રશાસને કડક પગલાં ભરીને બંને વિદ્યાર્થીઓ વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. જોકે, બંને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પરીક્ષા આપવાની મનાઈ ફરમાવવામાં આવી નથી. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. મુશ્તાક અહેમદે આ વાતની પુષ્ટિ કરી છે.

'પીએમ અને રાજ્યપાલના ફોટા સાથે છેડછાડનો ગુનો'

ડૉ. મુશ્તાક અહેમદે કહ્યું કે દેશના સન્માનિત પદો પર બેઠેલા લોકોની તસવીર સાથે છેડછાડ કરવી એ એક મોટો ગુનો છે. હાલમાં FIR નોંધાવવામાં આવી છે. હવે પોલીસ તપાસમાં સત્ય સામે આવશે. તેમણે યુનિવર્સિટીનો બચાવ કરતા કહ્યું કે વિદ્યાર્થીઓ પોતે જ તેમના ફોર્મ ઓનલાઈન ભરે છે. આવી સ્થિતિમાં યુનિવર્સિટી તરફથી આવી ભૂલ થવાની બિલકુલ શક્યતા નથી. સાથે જ આ બાબતનો દોષ વિદ્યાર્થીઓ પર ઢોળતા કહ્યું કે, જો કોઈ પણ સંજોગોમાં આવી ભૂલ કોઈથી થઈ તો વિદ્યાર્થીએ તેની ફરિયાદ યુનિવર્સિટીમાં ન કરી અને તેને વાઈરલ કરી દીધી. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓની માનસિકતા પર સવાલ તો ઉઠે છે. વિદ્યાર્થીની આવી હરકતોથી યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચી છે.

ઈમરાન હાશ્મી અને સની લિયોનનો ફોટો પણ થયો હતો વાયરલ 

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ બિહારમાં એડમિટ કાર્ડ પર બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી અને સની લિયોનનું નામ છાપવાનો મામલો સામે આવ્યો હતો. મુઝફ્ફરપુરમાં વિદ્યાર્થીઓના માતા-પિતાના નામ સામે આ બે સ્ટાર્સના નામ છપાયા હતા

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch