Sat,27 April 2024,9:36 am
Print
header

તમે પણ કરો ફરિયાદ, મીનરલ વોટરમાં એમઆરપી કરતા વધારે ભાવ લેતી આ હોટલોને કરાયો મોટો દંડ

અમદાવાદઃ મોટાભાગની ફાઇવ સ્ટાર જેવી હોટલો મીનરલ વોટરમાં એમઆરપી કરતા 
વધુ નાણાં લઇ રહી છે જેમાં મેરીયટ, હયાત રેસીડેન્સી, રેસીન્ડસ બ્લુ સહિત 11 હોટલોને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે, સોલામાં રહેતા સામાજિક કાર્યકર રોહિત પટેલે ફાઇવ સ્ટાર હોટલો દ્વારા મીનરલ વોટરની બોટલની કિંમત કરતા વઘારે કિંમત વસુલવામાં આવતી રકમ અંગે તોલમાપ વિભાગમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ અંગે સંતોષકારક જવાબ ન મળતા તેમણે જાહેર માહિતી અધિકારના કાયદા હેઠળ અરજી કરી હતી. જેમાં ચોંકાવનારી માહિતી જાણવા મળી હતી કે મેરીયટ, રીજન્ટા, હયાત રેસીડેન્સી, રેસીન્ડસ બ્લુ સહિત 11 હોટલોને દંડ કરવામાં આવ્યો છે જે હોટલો દ્વારા ગ્રાહકો પાસે એમઆરપી કરતા વધારે રકમ વસુલવામાં આવતી હતી તેમની સામે કાર્યવાહી કરાઇ છે.

રોહિત પટેલે 2015ના વર્ષમાં ફરિયાદ કરી હતી કે મેરીયોટ હોટલ, રીજેન્ટા હોટલ, હયાત રેસીડેન્સી, રેડીસન બ્લુ, ક્રાઉને પ્લાઝા, એશિયા કિચન કે જે હોટલ હોલી ડે ઇન એક્સપ્રેસનું કિચન છે, નોવોટેલ, ગણેશ મેરીડેયન ફોર પોઇન્ટ ધ એન્ટ્રી, રમાડા અને સ્પેર લોજમાં મીનરલ વોટરની કિંમત એમઆરપી કરતા વધારે લેવામાં આવે છે. 

મેરીયોટ હોટલને 12 હજાર રુપિયા, રીજેન્ટા હોટલને 6 હજાર રુપિયા,  હયાત રેજીજન્સીને રુપિયા 24 હજાર, રેડીશન બ્લુને રુપિયા 10 હજાર, ક્રાઉને પ્લાઝા હોટલને રુપિયા 4 હજાર, નોવોટેલ હોટલને રુપિયા 12 હજારનો દંડ કરાયો છે અને ફોર પોઇન્ટ એન્ટ્રીનો કોર્ટમાં કેસ ચાલે છે જો કે આ દંડની રકમ વર્ષ 2015ની છે, ત્યારબાદ પણ હોટલો બેફામ રીતે ગ્રાહકો પાસેથી એમઆરપી કરતા વધારે નાણાં વસુલે છે. જે ચિંતાજનક બાબત છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar