Sat,20 April 2024,7:27 pm
Print
header

39 લોકો આગમાં ભડથું થઇ ગયા, ઉત્તરી મેક્સિકોના ઇમિગ્રેશન સેન્ટરમાં લાગી હતી આ ભયાનક આગ

મેક્સિકોઃ ઉત્તરી મેક્સિકોમાં અમેરિકાની સરહદ નજીક આવેલા એક ઇમિગ્રેશન સેન્ટરમાં ભયાનક આગની ઘટના સામે આવી છે. સિઉદાદ જુઆરેઝના ઇમિગ્રેશન સેન્ટરમાં સોમવારે મોડી રાત્રે આ ઘટના બની હોવાના અહેવાલ છે. આ ઘટનામાં લગભગ 30 પરપ્રાંતિયો સહિત કુલ 39 લોકોનાં મોત થઇ ગયા છે અને 30 લોકો ઘાયલ છે.  

અમેરિકા જતા ઇમિગ્રન્ટ્સ માટે સિઉદાદ જુઆરેઝ એક મુખ્ય ક્રોસિંગ પોઇન્ટ છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં આશ્રય મેળવવા માંગતા લોકોને તેમની વિનંતી પર નિર્ણય ન આવે ત્યાં સુધી અહીં સ્થિત કેન્દ્રોમાં રાખવામાં આવે છે.જે સેન્ટરમાં આગની ઘટનાની જાણ થઈ છે તે સેન્ટર પણ આવું જ હતું.એમ્બ્યુલન્સ, અગ્નિશામકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.ઘાયલ લોકોને ચાર હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યાં છે. મેક્સિકોના એટર્ની જનરલની ઓફિસે તપાસ હાથ ધરી છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch