Sat,27 July 2024,4:32 pm
Print
header

મેક્સિકોમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી માતમમાં ફેરવાઈ, એક બારમાં ફાયરિંગમાં 6 લોકોનાં મોત

મેક્સિકોઃ સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન ગોળીબારમાં 6 લોકોના મોત થયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબારની ઘટના પશ્ચિમી મેક્સીકન રાજ્ય જાલિસ્કોમાં બની હતી. અહીંના એક બારમાં થયેલા ગોળીબારમાં 6 લોકોનાં મોત થયા હતા. સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે એક બારમાં ભીડ એકઠી થઈ હતી, ત્યારે ફાયરિંગની ઘટના બની હતી. આ સ્થળ ગેંગ હિંસાથી પ્રભાવિત છે.

સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ગોળીબાર

જાલિસ્કો પ્રોસિક્યુટર ઓફિસ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, શુક્રવારે મોડી રાત્રે મેક્સિકન સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન ટિયોકાલ્ટિચે શહેરમાં ગોળીબાર થયો હતો. માર્વિલાસ પાસે એક સાથે અનેક લોકોને ગોળી મારી દેવામાં આવી હતી. અગાઉ ચાર લોકોના મોતના અહેવાલ હતા. શનિવારે છ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. આ હૃદયદ્રાવક ઘટના બાદ જલિસ્કોના લોકો ભયભીત અને ગભરાઈ ગયા છે.

ટીઓકાલ્ટીચેમાં પણ ફાયરિંગ થયું છે

આ મહિનાની શરૂઆતમાં જલિસ્કોના ઉત્તરમાં સ્થિત ટીઓકાલ્ટિચેમાં ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનામાં બે પોલીસ અધિકારીઓના મોત થયા હતા.વર્ષ 2006 ના અંતમાં સંઘીય સરકારે સેના સાથે મળીને નશા વિરોધી અભિયાન શરૂ કર્યું હતું, ત્યારથી અત્યાર સુધીમાં અનેક હત્યાઓ થઇ છે.અહીં ફાયરિંગની ઘટનાઓ વધી રહી છે જે સરકાર માટે ચિંતાજનક બાબત છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch