Sat,27 April 2024,7:31 am
Print
header

અફઘાન સંકટ પર ભારતની ચિંતા, વડાપ્રધાન નિવાસસ્થાને મંત્રીઓની થઇ બેઠક

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનની હાલની સ્થિતિને જોતા ભારતની ચિંતા પણ વધી રહી છે જેમાં પ્રધાનમંત્રી આવાસ પર એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ, વિદેશમંત્રી એસ જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને NSA અજેત ડોભાલ સામેલ થયા હતા, અઢી કલાક ચાલેલી આ બેઠકમાં અફઘાનિસ્તાન સંકટ પર ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠક લોક કલ્યાણ માર્ગ પર પીએમના નિવાસ સ્થાને થઈ હતી. તાલિબાનના પંજશીર ખીણ પર સંપૂર્ણ નિયંત્રણના દાવા બાદ આ બેઠક થઈ હતી.

અફઘાનિસ્તાનના (Afghanistan) ઘટનાક્રમ પર દુનિયાની નજર છે. તાલિબાન (Taliban) ના કબ્જા બાદથી અહીં સતત સ્થિતિ ખરાબ થઇ છે.ભારત માટે સૌથી મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં પાકિસ્તાનની ભૂમિકા પર નજર રાખવાની છે. અફઘાનિસ્તાનમાં તાજેતરના ઘટનાક્રમને લઇને એવું લાગે છે કે પાકિસ્તાન આ અવસર પર આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. ઘણા પાકિસ્તાની કાબૂલના પતન પર જશ્ન મનાવી રહ્યાં છે. પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકારના મંત્રીઓ દ્વારા કાબૂલના પતનને ભારતીય પ્રભાવની 'હાર' ગણાવવામાં આવી રહી છે.

બેઠકમાં પાકિસ્તાનના અફઘાનિસ્તાનમાં વધતા જતા પ્રભાવો પર ચર્ચા થઇ. તાલિબાનને લઇને દેશના દ્વષ્ટિકોણને લઇને પણ બેઠકમાં ચર્ચા થઇ. કારણ કે પાકિસ્તાન સરકાર અફઘાનિસ્તાનના ઘટનાક્રમ અને બદલાતી સ્થિતિનો જવાબ આપવા અને તેનાથી સંપર્ક કરવાને લઇને સતર્ક છે. તાલિબાનની સંભવિત નવી સરકારમાં પાકિસ્તાનની ભૂમિકાને લઇને પણ સરકાર સતર્ક છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch