Sat,04 May 2024,8:33 pm
Print
header

કોંગ્રેસના આ નેતાને ફરીથી પાકિસ્તાનની મહેમાનગતિ પસંદ આવી, દુશ્મન દેશમાં જઇને મોદી સરકારની ઝાટકણી કાઢી

ઇસ્લામાબાદઃ આર્થિક પડકારોનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં નવી સરકાર બનાવવાના પ્રયાસો તેજ થયા છે. લોટ, ખાંડ, તેલ, વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે તડપતા પાકિસ્તાનના લોકો નવી સરકારની રાહ જોઈ રહ્યાં છે.

સામાન્ય ચૂંટણીના પરિણામો પર સમગ્ર વિશ્વની નજર છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાન વિશે કંઈક એવું કહ્યું છે, જેના કારણે તેઓ ફરી એકવાર વિવાદમાં આવ્યાં છે. કોંગ્રેસના નેતાએ પાકિસ્તાનની આતિથ્ય સત્કારની ખૂબ પ્રશંસા કરી છે. કોંગ્રેસ નેતા પાકિસ્તાનમાં રાજદૂત રહી ચુક્યાં છે.

કોંગ્રેસના નેતાને પાકિસ્તાનની મહેમાનગતિ પસંદ આવી

કોંગ્રેસ નેતા મણિશંકર ઐયર શનિવારે ફૈઝ મહોત્સવમાં ભાગ લેવા માટે લાહોરના અલહમરા પહોંચ્યાં હતા. સ્થાનિક મીડિયા ડોનના અહેવાલ મુજબ તેમને પાકિસ્તાનમાં વિતાવેલા તેના અનુભવો શેર કર્યાં હતા. પાકિસ્તાન સાથેના સંબંધો પર ચર્ચા કરતી વખતે તેમણે કહ્યું કે તેમને ક્યારેય એવા કોઈ દેશમાં જવાની તક મળી નથી જ્યાં તેમનું પાકિસ્તાનની જેમ સ્વાગત કરવામાં આવ્યું હોય મારું ખુલ્લા હાથે અને ઉષ્માથી સ્વાગત કરવામાં આવ્યું હોય. સાથે જ તેમણે પાકિસ્તાનીઓને ભારતની 'સૌથી મોટી સંપત્તિ' ગણાવી હતી.

'હિજર કી રખ, વિસાલ કે ફૂલ' કાર્યક્રમને સંબોધતા, તેમણે કહ્યું, મારા અનુભવમાં પાકિસ્તાનીઓ એવા લોકો છે જે કદાચ બીજી તરફ વધુ પડતી પ્રતિક્રિયા આપે છે. જો આપણે મિત્રતા નીભાવીએ છીએ તો તેઓ પણ વધારે મિત્રતા નીભાવે છે.

કરાચીમાં કોન્સ્યુલ જનરલ તરીકેના તેમના પોસ્ટિંગને યાદ કરતા, ભૂતપૂર્વ રાજદ્વારીએ કહ્યું કે જ્યારે તેઓ પાકિસ્તાનમાં હતા, ત્યારે બધાએ તેમની અને તેમની પત્નીની ખુબ કાળજી લીધી હતી.

પાકિસ્તાન જઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું

પાકિસ્તાન ગયા બાદ તેમણે મોદી સરકાર પર પણ નિશાન સાધ્યું હતું.  હું પાકિસ્તાનના લોકોને એટલું જ કહેવા માંગુ છું કે તેઓ યાદ રાખે કે મોદીને ક્યારેય એક તૃતીયાંશથી વધુ વોટ મળ્યાં નથી. પાકિસ્તાન સાથે વાતચીત ન કરવી એ મોદી સરકારની સૌથી મોટી ભૂલ છે. અમારી (મોદી સરકાર) તમારી સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવાની હિંમત છે, પરંતુ ટેબલ પર બેસીને વાત કરવાની અમારી હિંમત નથી.

તેમણે કહ્યું કે બંને દેશોના નાગરિકોએ વાતચીત ચાલુ રાખવી જોઈએ. વિઝાના અભાવે બંને દેશોના લોકો એકબીજાની મુલાકાત લઈ શકતા નથી. ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદોએ સરકારોને બાયપાસ કરીને ભારત અને પાકિસ્તાનની બહાર મળવાનું ચાલુ રાખવું જોઈએ. આમ અય્યરે ફરી એક વખત પાકિસ્તાનમાં જઇને પોતાના જ દેશની સરકારને સલાહ આપતા નવો વિવાદ શરૂ થયો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch