Sat,27 April 2024,1:54 am
Print
header

વીર સાવરકરને લઇને રાજનીતિ ! પૂર્વ PM મનમોહનસિંહે કહ્યું કોંગ્રેસે જ તેમના નામની ટપાલ ટિકીટ બહાર પાડી હતી

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું છે કે તેમની સરકાર બનશે એટલે દેશભક્ત વીર સાવરકરને ભારતરત્ન એવોર્ડ આપવામાં આવશે, ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે એક જ રાષ્ટ્રપ્રેમી એવા છે જેમને અંગ્રેજ સરકારે બે વખત આજીવન કેદની સજા આપી હોય, તેઓ સાચા રાષ્ટ્રપ્રેમી છે, કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે કહ્યું કે વીર સાવરકર ગાંધીજીના હત્યારા ગોડસેના સાથી હતા, બીજી તરફ કોંગ્રેસના સિનીયર નેતા અને પૂર્વ પીએમ મનમોહનસિંહના એક નિવેદનથી દિગ્વિજયસિંહ સામે સવાલ ઉભા થયા છે, મુંબઇમાં મનમોહનસિંહે કહ્યું કે ઇન્દિરા ગાંધીની સરકારે જ સાવરકરના નામથી ટપાલ ટિકીટ બહાર પાડી હતી, અહી દિગ્વિજયસિંહ ખોટા પડી રહ્યાં છે.

જો કે મનમોહન સિંહે એમ પણ કહ્યું કે અમે હિંદુત્વની એ વિચારધારાનું સમર્થન નથી કરતા જેને સાવરકર માનતા હતા, કોંગ્રેસ હંમેશા ગાંધીજીની વિચારસણી પર ચાલી છે. ત્યારે વીર સાવરકર મામલે આગામી સમયમાં રાજનીતિ તેજ થાય તેવા એંધાણ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch