Sat,27 April 2024,8:06 am
Print
header

મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદથી 129 લોકોના મોત, હવામાન વિભાગે રેડ એલર્ટ કર્યું જાહેર

મુંબઇઃ મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદથી અલગ અલગ દુર્ઘટના અને ભુસ્ખલનથી 129 લોકોના મૃત્યુ થયા છે. આગામી 24 કલાક કાંઠા વિસ્તાર કોંકણના રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લાની સાથે પશ્ચિમ મહારાષ્ટ્રના પૂણે, સતારા અને કોલ્હાપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  રાયગઢ જિલ્લામાં અલગ અલગ ભુસ્ખલનથી 38 લોકોના મૃત્યુ થયા છે. આગામી 24 કલાકમાં પર્વતીય સ્થળો પર ધોધમાર વરસાદની આગાહી કરી છે. 

પશ્ચિમ મહારાષ્ટ્રના પૂણે મંડળમાં ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરથી લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવાયા છે. જેમાં 40 હજારથી વધુ લોકો કોલ્હાપુર જિલ્લાના છે. પૂણે અને કોલ્હાપુરની સાથે મંડળમાં સાંગલી અને સતારા જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ અને ભુસ્ખલનથી સતારા પણ ખુબ જ પ્રભાવિત થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં છેલ્લા 48 કલાકમાં મૃતકોની સંખ્યા વધીને 129 પર પહોંચી ગઈ છે. સૌથી વધુ મૃત્યુ રાયગઢ અને સતારા જિલ્લામાં થઈ છે. ભુસ્ખલન સિવાય ઘણા લોકો પૂરમાં તણાયા છે. 

NDRFની અલગ અલગ ટીમો, પોલીસ અને જિલ્લા પ્રશાસને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. કોલ્હાપુર જિલ્લામાં પૂરને લીધે 10 રાજ્ય ધોરી માર્ગો સહિતના રસ્તાઓ બંધ થઈ ગયા છે. મહારાષ્ટ્ર સરકારે પણ ભુસ્ખલનમાં મૃત્યુ પામેલાના પરિવારજનોને પાંચ પાંચ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch