Mon,09 December 2024,12:42 pm
Print
header

વિનાશના દ્રશ્યો....તાઈવાનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, ચીનમાં આંચકા અનુભવાયા, જાપાનના બે ટાપુઓ પર સુનામી

તાઈવાનઃ રાજધાની તાઈપેઈ બુધવારે જોરદાર ભૂકંપના આંચકાથી હચમચી ઉઠી હતી.  રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2 હતી. ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ થયો છે. વીજ પુરવઠો ખોરવાયો છે. સમગ્ર દેશમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના પછી જાપાનના બે ટાપુઓ પર સુનામી આવી છે.

તાઈવાનના હુઆલીનથી ભૂકંપની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યાં છે, જેમાં ઈમારતો ધરાશાયી થતી જોઈ શકાય છે. ઘણા મકાનો અને ઇમારતો પત્તાની તાસની જેમ ખરી પડી છે. તાઈવાનમાં ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ થયો છે. આ પછી દેશભરમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. આ ભૂકંપની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં પાંચ માળની ઈમારત નમી ગઈ છે.

તાઇવાન ભૂકંપથી હચમચી ગયું

તાઇવાન જોરદાર ભૂકંપથી હચમચી ગયું છે. અનેક લોકો ઈમારતોમાં ફસાયા હોવાની આશંકા છે. ભૂકંપના કારણે અનેક શહેરોમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. તાઈવાન, જાપાન અને ફિલિપાઈન્સમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જો કે ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ભૂકંપના કારણે અનેક ઐતિહાસિક ધરોહરોને પણ નુકસાન થયું છે.

જાપાનની સૌથી મોટી એરલાઈન્સ જાપાન એરલાઈન્સે ઓકિનાવા અને કાગોશિમા વિસ્તારોમાંથી તમામ ફ્લાઈટ સેવાઓ સ્થગિત કરી દીધી છે. આ સાથે સુનામીની સંભાવનાવાળા વિસ્તારો તરફ જતી ફ્લાઈટ સેવાઓને ડાયવર્ટ કરવામાં આવી છે. ઓકિનાવાના નાહા એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તમામ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે.

ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા

તાઈવાનમાં આવેલા આ ભૂકંપને 25 વર્ષમાં સૌથી ભયાનક ભૂકંપ ગણાવવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર તાઈવાનમાં આવેલો આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા ચીનના શાંઘાઈ સુધી અનુભવાયા હતા. ચીની મીડિયાનું કહેવું છે કે ચીનના ફુઝોઉ, ઝિયામેન, ઝુઆનઝોઉ અને નિંગડેમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

તાઈવાનમાં 25 વર્ષમાં સૌથી મોટો ભૂકંપ

તાઈવાનમાં બુધવારે આવેલા ભૂકંપને છેલ્લા 25 વર્ષમાં દેશનો સૌથી ભયાનક ભૂકંપ ગણાવવામાં આવ્યો છે. આ પહેલા 1999માં તાઈવાનના નોન્ટુ કાઉન્ટીમાં ભૂકંપ આવ્યો હતો, જેમાં 2500થી વધુ લોકોના મોત થયા હતા અને 1300થી વધુ લોકો ઘાયલ થયા હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch