Sat,27 April 2024,9:18 am
Print
header

લઠ્ઠાકાંડ... ઝેરી દારૂ પીવાથી થયેલાં મોત બાદ લોકો ગુસ્સે ભરાયા, મુરૈનાના કલેક્ટર અને SPને હટાવાયા

મધ્ય પ્રદેશઃ મુરૈનામાં ઝેરી દારૂ પીવાથી ત્રણ દિવસમાં 20 લોકોનાં મોત થઇ ગયા છે. પાંચ વર્ષ પહેલાં મુરૈના જિલ્લામાં બાગચીની પોલીસ સ્ટેશન વિસ્તારના જે વિસંગપુરા-માનપુરામાં મહાપંચાયત કરીને દારૂબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે ગામમાં ઝેરી દારૂ પીવાથી ત્રણ દિવસમાં 20 લોકોનાં મોત થઇ ગયા છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે અધિકારીઓની બેઠક બોલાવી હતી. મુરૈનાના કલેક્ટર અને એસપીને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. એક અધિકારીને સસ્પેન્ડ કરાયા છે.

છૈરા-માનપુરામાં દુકાનમાં ગેરકાયદેસર દારૂ વેચતા સાત દારૂ તસ્કર- મુકેશ કિરાર, ગિરાજ કિરાર, તેનો પુત્ર રાજુ કિરાર, પપ્પુ શર્મા અને રામવીર રાઠોડ તેનો પુત્ર કલ્લા શર્મા અને પ્રદીપ રાઠોડ વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ કેસ કરાયો છે.પોલીસે 10થી વધુ લોકોની અટકાયત કરી છે. આ કેસમાં પ્રભારી આબકારી અધિકારી જાવેદ ખાન અને બાગચીની પોલીસ સ્ટેશન પ્રભારી અવિનાશ રાઠોડ સહિત બે બીટ પ્રભારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. 

લોકોએ પહેલા ટ્રેક્ટરથી લાશ લઈ જવા માટે જીદ કરી પછી હાઇવે પર લાશ રાખીને હોબાળો કર્યો હતો, છૈરા-માનપુરમાં ઝેરી દારૂનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે 52 વર્ષની એક વ્યક્તિનું રવિવારે મોડી રાતે મોત થઈ ગયું હતું. પરિવારજનોએ હાર્ટ-અટેક સમજીને તેમના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. પણ સોમવારે સવારે જ્યારે એક-એક કરીને ગામના 28થી વધુ લોકોને ઊલટી થવાનું શરૂ થયું તો ગામના લોકો તેમને હોસ્પિટલ લઈ ગયા, જેમાં બે લોકોનું સારવાર પહેલાં મોત થયું હતું 7 લોકોનું જિલ્લા હોસ્પિટલમાં અને ત્રણ લોકોનું ગ્વાલિયરમાં મોત થઈ ગયું હતું. ગામના લોકોએ પહેલાં ટ્રેક્ટરમાં લાશ લઈ જવાની જીદ કરી હતી. એમ્બ્યુલન્સમાંથી લાશ ઉતારીને મુરૈના-જૌરા હાઈવે પર બે કલાકનો જામ લગાવી દીધો હતો હાલમાં આ ઘટનાની તપાસ થઇ રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch