Sat,27 April 2024,4:35 am
Print
header

મહિલાઓનું બજેટ ખોરવાયું, ફરી મોંઘો થયો રસોઈ ગેસ, જાણો શું છે આજના ભાવ

નવી દિલ્હીઃ માર્ચના પહેલા દિવસે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો થયો છે. આજે ભાવમાં 25 રૂપિયા વધારો થયો છે. ફેબ્રુઆરી મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. અગાઉ 25 ફેબ્રુઆરીએ ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. 4 ફેબ્રુઆરીએ 25 રૂપિયા, 14 ફેબ્રુઆરીએ 50 રૂપિયાની વૃદ્ધિ થઈ હતી અને 25 ફેબ્રુઆરીએ તેમાં 25 રૂપિયાનો વધારો થયો હતો. ફેબ્રુઆરીમાં એલપીજીના ભાવમાં રૂ .100 નો વધારો થયો છે.

ફરી એકવાર, 14.2 કિલો નોન સબસિડી વગરનો એલપીજી ગેસ સિલિન્ડર 25 રૂપિયા મોંઘો થઈ ગયો છે. ભાવમાં વધારા સાથે દિલ્હીમાં ઘરેલું ગેસનો દર હવે 794 થી વધીને 819 રૂપિયા થયો છે. નવી કિંમત મુંબઈમાં 819 રૂપિયા, કોલકાતામાં 845.50 રૂપિયા અને ચેન્નઈમાં 835 રૂપિયા થઇ છે. જાન્યુઆરી મહિનામાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી ગેસના ભાવમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. જો કે, તે પહેલાં ડિસેમ્બર મહિનામાં બે વખત 50-50 રૂપિયાનો વધારો થયો હતો. ફેબ્રુઆરી મહિનામાં ત્રણ વખત ભાવમાં વધારો થયો હતો. કુલ વધારો રૂ .100 હતો.

19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 90.50 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. દિલ્હીમાં આ સિલિન્ડરની કિંમત 1614 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તેની કિંમત 1523.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી. મુંબઈનો રેટ હવે 1563.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે. કોલકત્તામાં આ  કિંમત 1681.50 રૂપિયા અને ચેન્નઈનો ભાવ 1730.5 રૂપિયા થઈ ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch