Sat,27 April 2024,9:41 am
Print
header

ભાગેડું વિજય માલ્યાને લાગ્યો મોટો ઝટકો, બ્રિટનની હાઈકોર્ટે જાહેર કર્યો નાદાર- હવે સંપત્તિ થશે જપ્ત

લંડનઃ ભાગેડુ વિજય માલ્યાને યુકેની હાઈકોર્ટે સોમવારે મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે વિજય માલ્યાને નાદાર જાહેર કર્યો છે. જેથી હવે વિજય માલ્યાની સંપતિ જપ્ત થઈ શકે છે. આ સાથે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના વડપણ હેઠના ભારતીય બેન્કોના ગ્રુપે આ કેસમાં જીત મેળવી લીધી છે. બેન્કો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં માલ્યાની કિંગ ફિશર એરલાઇન્સને આપવામાં આવેલી લોનની વસૂલાત માટે તેને નાદાર જાહેર કરવાની માગ કરવામાં આવી હતી.

વિજય માલ્યાનું કહેવું હતું કે તેના પર જે લેણૂં છે તે જનતાના પૈસા છે. એવામાં બેંક નાદાર ન જાહેર કરી શકે.આ સાથે જ માલ્યાએ દાવો કર્યો હતો કે ભારતીય બેંકો તરફથી નાદાર અરજી કાયદાની બહાર છે.કારણ કે ભારતમાં તેમની સંપત્તિની સુરક્ષા લગાવવામાં આવી શકે નહીં કારણ કે તે ભારતમાં લોકોના હિતની વિરુદ્ધ છે.

વિજય માલ્યાને ધિરાણ આપનારી બેન્કોએ તેના શેરના વેચાણ મારફતે રૂપિયા 792.12 કરોડની ચુકવણી કરવામાં આવી હતી. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના વડપણ હેઠળની બેન્કોના કન્સોર્ટીયમ તરફથી ડેટ રિકવરી ટ્રાઈબ્યુનલે માલ્યાના શેરોનું વેચાણ કર્યું હતું. મની લોન્ડ્રીંગ સંબંધીત એક કેસમાં ED એ આ શેરો જપ્ત કર્યાં હતા.

માલ્યા મુદ્દે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ શનિવારે કહ્યું હતું કે માલ્યા સામે ભારતે એક મજબૂત કેસ તૈયાર કર્યો છે.બ્રિટનના અધિકારીઓએ તેના પ્રત્યર્પણ અંગે ખાતરી આપી છે.વિદેશ સચિવે વિજય માલ્યાના પ્રત્યર્પણમાં થતા વિલંબ અંગે કહ્યું કે અમને કહેવામાં આવ્યું છે કે આ અંગેની પ્રક્રિયા ચાલી રહી છે અને બ્રિટન પક્ષ માલ્યાના પ્રત્યર્પણ અંગે કાર્ય કરી રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch