Sat,04 May 2024,7:38 pm
Print
header

સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ બળવાના મૂડમાં, ભરૂચ લોકસભા બેઠક AAPને આપવાની ચર્ચાઓ પર નારાજગી દર્શાવી

ભરૂચઃ  સામાન્ય ચૂંટણીઓને લઈને અત્યારથી દાવેદારીઓ શરૂ થઇ ગઇ છે. ભરૂચ બેઠક પર કોંગ્રેસ માટે નવી સમસ્યા ઉભી થઇ છે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. જેને લઈને કોંગ્રેસના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલનું મોટું નિવેદન આવ્યું છે. ફૈઝલે ભરૂચ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારને મેદાનમાં ઉતારવાનો આગ્રહ રાખ્યો છે. તેમણે કહ્યું કે જો આ સીટ AAPને આપવામાં આવશે તો તેઓ ગઠબંધનને સમર્થન નહીં આપે.

ફૈઝલ ​​પટેલે કહ્યું કે કોંગ્રેસ લોકશાહી પક્ષ છે. ઈન્ડિયા બ્લોક આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોંગ્રેસને ઉમેદવારી મળશે તો કોંગ્રેસ અને ઈન્ડિયા બ્લોકને જ તેનો ફાયદો થશે. કોંગ્રેસ માટે ભરૂચ જિલ્લામાં જીત મેળવવી ખૂબ જ સરળ રહેશે. AAPની તાકાત માત્ર એક વિધાનસભા સીટ પર છે. 2022માં AAPનો ગ્રાફ નીચે આવ્યો છે. હું માનું છું કે ભરૂચ બેઠક કોંગ્રેસને જવી જોઈએ. નહીંતર હું આ ગઠબંધનને સમર્થન આપીશ નહીં.

કોંગ્રેસ AAPના ઉમેદવારને સ્વીકારતી નથી

ભરૂચ લોકસભા બેઠક પરની લડાઈ તેજ બની છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીએ ધારાસભ્ય ચૈત્તર વસાવાને ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે. જો કે સ્થાનિક કોંગ્રેસ આ પ્રસ્તાવને સ્વીકારતી નથી.

મુમતાઝ પટેલ ભાજપમાં જોડાવા ઈચ્છે તો તમારું સ્વાગત છે

ભરૂચ બેઠકના વિવાદ વચ્ચે ભાજપે અહેમદ પટેલના પરિવારને ઓફર કરી છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે આ કોંગ્રેસનો આંતરિક મામલો છે. હું માનું છું કે ભરૂચ કોંગ્રેસના મોટા નેતા અહેમદ પટેલ હતા. હવે જ્યારે તેઓ નથી રહ્યાં, તેમના પુત્રીને કોંગ્રેસે પ્રોજેક્ટ કરવા જોઈએ. પરંતુ કોંગ્રેસ નિશાન ચૂકી ગઈ છે. જો અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ રાષ્ટ્રીય વિચારધારા સાથે આવવા માંગે છે તો અમે તેમનું ભાજપમાં સ્વાગત કરીશું. હાલમાં ભરૂચ બેઠક પર ભાજપે વિરોધ પક્ષોના નેતાઓ માટે મંત્રણાના દરવાજા ખોલી દીધા છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch