Fri,26 April 2024,10:35 pm
Print
header

દેશમાં 31 મેએ લોકડાઉન 4 પુરૂ થાય છે, PM મોદી મન કી બાતમાં લોકડાઉન 5 અંગે કરી શકે છે ચર્ચા

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે, ત્યારે કોરોનાને લઇને ભારતમાં ચોથા તબક્કાનું લોકડાઉન 31મી મે એ પુર્ણ થઇ રહ્યું છે. જો કે 31મીએ મહિનાના અંતિમ રવિવારે PM મોદી દેશની જનતા સાથે રેડિયો પર મન કી બાત કરશે.  અટકળો લગાવામાં આવી રહી છે કે આ દિવસે PM મોદી મન કી બાતમાં આગામી લોકડાઉન-5ને લઇને કોઇ મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે. દેશમાં લોકડાઉનની મુદ્દતમાં વધુ એક વાર વધારો થઇ શકે છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમિત કેસો સતત વધી રહ્યાં છે. દેશમાં અમદાવાદ સહિતના 11 શહેરોમાં સૌથી વધુ કોરોના કેસ સામે આવ્યાં છે. 

જેમાં મુંબઇ, દિલ્હી, અમદાવાદ, જયપુર, ચેન્નાઇ, બેંગ્લોરમાં કોરોના સૌથી વધુ કેસ જોવા મળ્યાં છે. પીએમની મન ની બાતને લઇને અટકળો તેજ થઇ રહી છે કે પીએમ મોદી મન કી બાતમાં લોકડાઉન-5 અંગે કોઇ જાહેરાત કરશે, હાલમાં દેશમાં કોરોનાનાં પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે, ત્યારે દેશમાં હજુ પણ બે અઠવાડિયાનું લોકડાઉન લંબાવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. 

જો કે કોરોના વાયરસને લઇને લોકડાઉન-5 માં કેટલાક શહેરોમાં ધાર્મિક સ્થળો પર પણ છૂટછાટ મળે તેવી શક્યતા છે. જ્યારે કેટલાંક શહેરોમાં જીમ ખોલવાની પણ મંજૂરી મળી શકે છે. જો કે કન્ટેનમેન્ટ ઝોનમાં કોઇ છૂટછાટ આપવામાં નહીં આવે તેવું લાગી રહ્યું છે. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch