Thu,25 April 2024,4:42 am
Print
header

ખતરનાક તાનાશાહ કિમ-જોંગ-ઉનની પુત્રીની પહેલી તસ્વીર આવી દુનિયાની સામે, મિસાઇલ પરીક્ષણ દરમિયાન સાથે દેખાયા- Gujarat Post News

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને પહેલી વાર પોતાની દીકરીનો દુનિયા સાથે પરિચય કરાવ્યો છે.ન્યૂઝ એજન્સીએ આ અહેવાલ આપતા કહ્યું કે ઉત્તર કોરિયાએ હવાસોંગ-17 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (આઇસીબીએમ) નું પરીક્ષણ કર્યું હતું. કિમની દીકરી પણ તેમની સાથે દેખાઇ હતી.જે તસવીરોમાં સફેદ મોટા કોટમાં પોતાના પિતા સાથે મિસાઇલને નીહાળતા જોવા મળી હતી.

કોરિયન બાબતો પર ધ્યાન રાખનારા અમેરિકાના સ્ટિમસન સેન્ટરના નિષ્ણાત માઇકલ મેડને જણાવ્યું કે,આ પહેલી વખત છે જ્યારે અમે કિમ જોંગ ઉનની પુત્રીને કોઈ જાહેર કાર્યક્રમમાં જોઈ છે. કિમના ત્રણ બાળકો છે, જેમાં બે છોકરીઓ અને એક છોકરો છે. તેમાંથી એક છોકરો સપ્ટેમ્બરમાં રાષ્ટ્રીય રજાની ઉજવણીના ફૂટેજમાં જોવા મળ્યો હતો. વર્ષ 2013માં અમેરિકાના નિવૃત્ત બાસ્કેટબોલ સ્ટાર ડેનિસ રોડમેને કહ્યું હતુ કે, કિમને એક પુત્રી છે જેનું નામ જૂ એઈ છે.તે વર્ષે ઉત્તર કોરિયાના પ્રવાસ બાદ રોડમેને ગાર્ડિયન અખબારને જણાવ્યું હતું કે તેણે કિમ અને તેના પરિવાર સાથે સમય વિતાવ્યો હતો અને બાળકને પોતાના હાથમાં લીધું હતું.

ઝુ એ લગભગ 12-13 વર્ષની હોવાનો અંદાજ છે, લગભગ ચારથી પાંચ વર્ષમાં ભણતર અને લશ્કરી સેવામાં જવાની તૈયારી કરશે. ઉત્તર કોરિયાએ ક્યારેય જાહેરાત કરી નથી કે જો કિમ અશક્ત છે તો તેની જવાબદારી કોણ લેશે. તેના નાના બાળકો વિશે થોડી વિગતો સાથે વિશ્લેષકોએ અનુમાન લગાવ્યું હતું કે જ્યાં સુધી ઉત્તરાધિકારી પદ સંભાળવા યોગ્ય ન હોય ત્યાં સુધી તેની બહેન અને વફાદારોને ઉત્તરાધિકારી બનાવી શકે છે.

મેડને જણાવ્યું કે આ કાર્યક્રમમાં કિમની પુત્રીની હાજરી ચોથી પેઢીના ઉત્તરાધિકારનો ઇશારો હોય શકે છે. સીએનએના અહેવાલ મુજબ કિમની પત્ની રી સોલ જુ પણ લોન્ચિંગ સમયે જોવા મળી હતી. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch