Sat,27 April 2024,1:09 am
Print
header

કપડવંજમાં અપક્ષોનો દબદબો, નગરપાલિકાની 14 બેઠકો પર અપક્ષ-14 પર ભાજપની જીત

ખેડાઃ કપડવંજ નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો પર ચૂંટણી પરિણામો આવી ગયા છે, જેમાં ભાજપને 14 બેઠકો મળી છે અને 14 બેઠકો પર અપક્ષોની જીત થઇ છે, કોંગ્રેસના નામે અહીં કોઇ પણ ઉમેદવાર ઉભા જ ન હતા, હવે ભાજપ નગરપાલિકામાં પોતાની સત્તા મેળવવા તોડજોડની રાજનીતિ શરૂ કરશે અને અપક્ષોના સહારાથી નગરપાલિકામાં કમળ ખિલશે તે નક્કિ છે.

કપડવંજ પાલિકાની ચૂંટણીમાં અપક્ષોનો દબદબો રહ્યો છે. વોર્ડ નંબર 6 માંથી અપક્ષમાંથી પાટીદાર નેતા મનુભાઇ રામાભાઇ પટેલનો સતત ત્રીજી વખત વિજય થયો છે, જ્યારે આ વોર્ડમાંથી ભાજપના ચિન્ટુ પટેલની જીત થઇ છે. નગરપાલિકાના વોર્ડ નંબર 3 માંથી પંકજ પટેલ (બાપુ) કોમલ પટેલ, આરતી વાઘેલા અને સુરેશ ઠાકોરનો અપક્ષમાંથી વિજય થયો છે. વોર્ડ નંબર 4 માંથી મીનાબેન પ્રજ્ઞેશભાઇ સોની, તૈયબ નનીશા ફરિદ બેગમિર્ઝાની અપક્ષમાંથી જીત થઇ છે, ભાજપના નીતિન શાહ અને નીરવ પટેલની જીત થઇ છે.જનતાએ આ વખતે પણ વિકાસના કામો કરનારા નેતાઓને ચૂંટી કાઢ્યાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar