Fri,26 April 2024,10:39 pm
Print
header

કચ્છ ડિસ્ટ્રીક બેંકનું રૂ.100 કરોડનું કૌભાંડ, CID ક્રાઈમે 30 લોકોની અટકાયત કરી હોવાની માહિતી

કચ્છઃ રાજ્યમાં વધુ એક બેંકનું કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે, CID ક્રાઈમે KDC (કચ્છ ડિસ્ટ્રીક બેંક)ને લગતા 100 કરોડ રૂપિયાના કૌભાંડમાં મોટી કાર્યવાહી કરી હોવાના અહેવાલ મળ્યાં છે, અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાના કેસની તપાસમાં આ વિગતો સામે આવી છે. જેમાં અબડાસાથી 30 લોકોની અટકાયત કરાયાનું જાણવા મળ્યું છે.

જયંતિ ભાનુશાળીની હત્યાના એક આરોપી જયંતિ ઠક્કર ઉર્ફે જયંતિ ડુમરા દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે, આ કૌભાંડને લઇને જ જયંતિ ભાનુશાળી અને ડુમરા વચ્ચે દુશ્મની થઇ હતી, જેથી ડુમરાએ છબીલ પટેલને સાથ આપીને ભાનુશાળીની હત્યા કરાવવામાં ભાગ ભજવ્યો હતો, કચ્છમાં બનાવટી મંડળીઓનાં નામે કરોડો રૂપિયાની લોન લઇને આ સમગ્ર સ્કેમ કરાયાનું સામે આવ્યું છે, હજુ સુધી સીઆઇડી ક્રાઇમ દ્વારા આ કેસને લઇને ખુલાસો કરાયો નથી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar