Sat,20 April 2024,7:57 pm
Print
header

કર્ણાટક: સિદ્ધારમૈયાએ સીએમ અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે લીધા શપથ

બેંગ્લુરુ: કર્ણાટકમાં સિદ્ધારમૈયાએ સીએમ તરીકે શપથ લીધા અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત પાર્ટીના મોટા નેતાઓએ હાજરી આપી હતી. સોનિયા ગાંધીની તબિયત સારી ન હોવાથી સમારોહમાં હાજર રહી શક્યા ન હતા. શપથ ગ્રહણ સમારોહ બેંગ્લુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં યોજાયો હતો.

સતીશ જારકીહોલી, પ્રિયાંક ખડગે, રામલિંગા રેડ્ડી અને બીઝેડ ઝમીર અહેમદ ખાને કર્ણાટક સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા હતા. ડૉ જી પરમેશ્વરા, કેએચ મુનિપ્પા, કેજે જ્યોર્જ અને એમબી પાટીલે નવી ચૂંટાયેલી કર્ણાટક સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શપથ લેતા પહેલા કર્ણાટકના ઉપમુખ્યમંત્રી-નિયુક્ત ડીકે શિવકુમાર સાથે મુલાકાત કરી હતી.

પીડીપીના વડા મહેબૂબા મુફ્તી બેંગલુરુમાં નવી ચૂંટાયેલી કર્ણાટક સરકારના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા.

નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા અને એનસીપી પ્રમુખ શરદ પવાર પણ બેંગ્લુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં નવી ચૂંટાયેલી કર્ણાટક સરકારના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch