Sat,27 April 2024,3:55 am
Print
header

કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસને જીત બદલ પીએમ નરેન્દ્ર મોદીએ પાઠવ્યાં અભિનંદન

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ કર્ણાટક ચૂંટણીના પરિણામો પછી ટ્વિટ કર્યું છે, જેમાં કહ્યું છે કે હું કોંગ્રેસ પાર્ટીને કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત માટે અભિનંદન આપું છું. લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે મારી શુભકામનાઓ. કર્ણાટક ચૂંટણીમાં અમારું સમર્થન કરનારા તમામનો હું આભાર માનું છું. હું ભાજપના કાર્યકરોની મહેનતની કદર કરું છું. આગામી સમયમાં અમે કર્ણાટકની સેવા વધુ ઉત્સાહ સાથે કરીશું.

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ કહ્યું છે કે હું કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ની આ હારની જવાબદારી લઉં છું. તેના ઘણા કારણો છે. અમે તમામ કારણો શોધી કાઢીશું અને લોકસભા ચૂંટણી માટે ફરી એકવાર પાર્ટીને મજબૂત કરીશું. અમે કર્ણાટકના લોકોનો નિર્ણય સ્વીકારીશું અને અમે તેનું વિશ્લેષણ કરીશું.

કર્ણાટકમાં નવી વિધાનસભાનું ચિત્ર સ્પષ્ટ છે

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ની મતગણતરીથી નવી વિધાનસભાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કોંગ્રેસ સ્પષ્ટપણે પૂર્ણ બહુમતી સાથે સત્તામાં પરત ફરી રહી છે. તે સ્પષ્ટ છે કે કર્ણાટકના મતદારોએ છેલ્લા 35 વર્ષની પરંપરા જાળવી રાખી છે, જેના હેઠળ તેઓ દર વખતે સરકાર બદલતા હોય છે. કર્ણાટકની ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ બંને માટે ખૂબ મહત્વ હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch