Sat,27 April 2024,2:53 am
Print
header

ગેંગસ્ટર વિકાસ દુબેની મોટી કબૂલાત, એક પછી એક 5 પોલીસનાં શબને બાળી નાખવાનો હતો માસ્ટર પ્લાન

ગેંગસ્ટરની પૂછપરછમાં એક પછી એક ઘટસ્ફોટ થઇ રહ્યાં છે 

ઉ.પ્રદેશ: કાનપુર એન્કાઉન્ટરના મુખ્ય આરોપી વિકાસ દુબેની મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી છે. કુખ્યાત ગુનેગાર વિકાસ દુબેની મધ્યપ્રદેશ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. વિકાસ દુબેએ પોલીસને જણાવ્યું હતું કે તેને ડર હતો કે પોલીસ તેમનું એન્કાઉન્ટર કરવા આવી રહી છે. જે બાદ તે અને તેના સાથીઓએ પોલીસ પર ફાયરિંગ કરીને 8 પોલીસકર્મીઓની હત્યા કરી નાખી હતી. અગાઉ પોલીસના દરોડાની માહિતી તેને  પોલીસકર્મીએ  આપી હોવાનું સામે આવ્યું છે.વિકાસ દુબે બનાવટી આઈડીની મદદથી ફરતો હતો, સૂત્રોનાં જણાવ્યાં અનુસાર ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં તેણે અગાઉ સુરક્ષા કર્મીઓને તેનું નામ શુભમ કહ્યું હતું. નવીન પાલ નામના વ્યક્તિનું આઈડી બતાવ્યું હતું. બાદમાં પુછપરછમાં તેણે કબૂલાત આપી હતી કે તે કાનપુરનો કુખ્યાત ગુનેગાર વિકાસ દુબે છે. વિકાસ દુબેએ 250 રૂપિયાની વીઆઇપી ટિકિટ લઇને ઉજ્જૈનના મહાકાલ મંદિરના દર્શન કર્યા હતા.

અગાઉ પોલીસ દરોડાના સમાચાર મળતા વિકાસે તેના મિત્રોને ઘરે બોલાવ્યા હતા. તેણે પોતાના સાથીઓને હથિયારો લઇને આવવા કહ્યું હતુ, વિકાસે પોલીસને જણાવ્યું હતું કે સામાન્ય રીતે તેના સાથી કોઈ પણ રીતે શસ્ત્રો લઇને ફરતા હતા. અને તેને ડર હતો કે પોલીસ તેનું એન્કાઉન્ટર કરવા આવી રહી છે, જેથી પોલીસ સામે ફાયરિંગ કર્યું હતુ. વિકાસ દુબેએ પોલીસના લૂંટેલા  હથિયારો વિશે પણ માહિતી આપી છે.

પોલીસ હવે વિકાસ દુબેના રિમાન્ડ માંગશે અને પુરાવા શોધવા કાનપુર પાસેના તેના ગામમાં જશે. આરોપી વિકાસે કહ્યું કે, આ ઘટના પછી પાંચ પોલીસકર્મીની લાશો ઘરની બાજુમાં એક કૂવાની ટોચ પર લગાવી દેવામાં આવી હતી, જેથી તેઓને આગ ચાંપીને પુરાવાનો નાશ કરવામાં આવે. આગ લગાડવા માટે ઘરમાં તેલ રાખવામાં આવ્યું હતું. પરંતુ મૃતદેહ એકત્રિત કર્યાં બાદ તેને તક મળી ન હતી અને તે છટકી ગયો હતો. વિકાસે પોલીસને કહ્યું કે તેણે તેના તમામ સાથીદારોને અલગથી ભાગી જવા કહ્યું હતુ. મોટાભાગના સાથીઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ કેસમાં અત્યાર સુધી પોલીસે 5 ગુંડાઓનું એન્કાઉન્ટર કરી નાખ્યું છે.

વિકાસે જણાવ્યું છે કે અમારી પાસે બાતમી હતી કે પોલીસ સવારે આવશે, પરંતુ પોલીસ રાત્રે દરોડા પાડવા આવી હતી. બનાવના બીજા જ દિવસે મૃત્યું પામેલા વિકાસના મામા જેસીબી મશીનનો હવાલો ધરાવતા હતા, પરંતુ તેઓ જેસીબી ચલાવતા ન હતા. રાત્રે રાજુ નામના સાથીએ જેસીબી મશીન રસ્તા વચ્ચે પાર્ક કરી દીધું હતું. બીજા દિવસે વિકાસના મામા પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. તેમને બાતમી મળી હતી કે 3 પોલીસ સ્ટેશનની પોલીસ તેને સજા આપવા માટે આવી રહી છે. તે બધાને લક્ષ્ય બનાવવા માટે તેણે તેની ગેંગના માણસોને છત પર ગોઠવી દીધા હતા. 

પોલીસ આવી ત્યારે ગામના બાતમીદારે તેને ફોન કર્યો હતો અને ગામમાં પોલીસ વાહનો આવી ગયાની માહિતી આપી હતી, જે બાદ સૌ સજાગ બન્યાં હતા, બાદમાં તેમને ફાયરિંગ કરીને 8 પોલીસકર્મીઓની હત્યા કરી નાખી હતી.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch