Sat,27 July 2024,8:39 pm
Print
header

શું હતું કંગના રનૌતનું એ નિવેદન? જેના કારણે એરપોર્ટ પર આ નવા સાંસદને થપ્પડ પડી

ચંડીગઢઃ અભિનેત્રી અને મંડી લોકસભા બેઠકના સાંસદ કંગના રનૌત હાલમાં ચર્ચાનો વિષય છે. ગઈકાલે દિલ્હી આવતી વખતે કંગનાને ચંદીગઢ એરપોર્ટ પર CISFની મહિલા સુરક્ષાકર્મીએ થપ્પડ મારી દીધી હતી, જેના કારણે નવો વિવાદ ઉભો થયો છે. કંગના રનૌતને થપ્પડ મારનાર CISF કોન્સ્ટેબલ કુલવિંદર કૌર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

CISF દ્વારા સ્થાનિક પોલીસને ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને પોલીસનું કહેવું છે કે CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. અને એફઆઈઆર નોંધવામાં આવી છે. CISFએ તેને સસ્પેન્ડ કરીને વિભાગીય તપાસ શરૂ કરી છે.

કંગના રનૌતે ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના આંદોલન દરમિયાન ટ્વીટમાં પંજાબની 80 વર્ષીય મહિલા ખેડૂતને ખોટી રીતે ઓળખાવી હતી  કંગનાએ જે ટ્વીટ કર્યું હતું તેમાં એક વૃદ્ધ મહિલા દેખાઈ રહી હતી, જે વાંકી સ્થિતિમાં ચાલી રહી હોવા છતાં ખેડૂતોના આંદોલનનો ઝંડો ઉંચો પકડી રહી હતી. તેમનું નામ મોહિન્દર કૌર હતું.

કંગનાએ મોહિન્દર કૌરની તસવીર ટ્વીટ કરીને લખ્યું, “હા હા. આ એ જ દાદી છે જેમને ટાઈમ મેગેઝિનની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યાં હતા, આ 100-100 રૂપિયામાં આંદોલનમાં આવે છે. જો કે, કંગના રનૌતે બાદમાં આ ટ્વીટ ડિલીટ કરી દીધી હતી. કંગનાએ બિલ્કિસ બાનોનો ઉલ્લેખ કર્યો હતો. 82 વર્ષીય મહિલા અને દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં CAA વિરોધ દરમિયાન આંતરરાષ્ટ્રીય હેડલાઇન્સ બન્યાં હતા.

થપ્પડ મારવાની ઘટના પર મહિલા CISF જવાને શું કહ્યું ?

કુલવિંદર કૌરનું કહેવું છે કે વર્ષ 2020-21માં ખેડૂતોના આંદોલન દરમિયાન કંગનાએ ખેડૂતો વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમની માતા પણ ખેડૂતોના આંદોલનનો હિસ્સો હતી. કંગનાના આ નિવેદનથી તે ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી.

બીજેપી નેતા કંગના રનૌત કહ્યું કે મને મીડિયા તેમજ મારા શુભેચ્છકો તરફથી ઘણા ફોન કોલ્સ આવી રહ્યાં છે. સૌથી પહેલા તો હું સુરક્ષિત છું, હું બિલકુલ ઠીક છું. આજે ચંદીગઢ એરપોર્ટ પર જે ઘટના બની તે શરમજનક હતી. સિક્યોરિટી ચેક કર્યાં પછી હું બહાર આવી કે તરત જ બીજી કેબિનમાં રહેલી મહિલા CISF સિક્યુરિટી સ્ટાફે મને છપ્પડ મારી અને મને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. હું ખેડૂતોના વિરોધને સમર્થન આપું છું. પરંતુ હું પંજાબમાં વધી રહેલા આતંકવાદ અને ઉગ્રવાદને લઈને ચિંતિત છું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch