Sat,27 April 2024,12:37 am
Print
header

મુખ્યમંત્રી અને કેબિનેટ બદલવાથી સરકારની છબી નહીં સુધરેઃ કોંગ્રેસ

સુરતઃ કોરોનાના કારણે મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાં 31,800થી વધારે લોકોના મોત થયા હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. આ લોકોને ન્યાય અપાવવા કોંગ્રેસ યાત્રાનું આયોજન કર્યું હોવાનું જણાવ્યું છે. કોંગ્રેસના અગ્રણી નેતા કદીર પીરજાદાએ કહ્યું કે  મુખ્યમંત્રી અને કેબિનેટ બદલવાથી ભાજપ સરકારની છબી સુધરવાની નથી. ચહેરો બદલવાથી લોકોની તકલીફ દૂર થવાની નથી.

તેમણે એમ પણ કહ્યું કે ભાજપ સરકાર સામે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે પરંતુ તેમાં ભાજપના ઈશારે પોલીસની મદદથી દેખાવો ડામી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસને વિરોધ પ્રદર્શનની મંજૂરી મળતી નથી અને જ્યારે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરે છે ત્યારે કાર્યકરોને ઘરેથી જ પોલીસ દ્વારા ઉંચકી લેવામાં આવે છે.

રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું કે સરકારની બેદરકારીને પગલે કોરોના દરમિયાન અનેક લોકોના મોત થઇ ગયા છે. પરંતુ સરકાર દ્વારા સાચા આંકડા છુપાવવામાં આવી રહ્યાં છે. ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી છે. જેને  કારણે લોકોની હમદર્દી જીતવા મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ બદલવામાં આવ્યું છે. પરંતુ તેમ કરવાથી સરકારની છબી કંઈ સુધરી જવાની નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar