Sat,27 April 2024,7:58 am
Print
header

અહીં Tick Tok અને વીચેટ પર પ્રતિબંધનો નિર્ણય બદલાયો, જાણો બાઇડનનો મોટો નિર્ણય

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મોટો નિર્ણય કર્યો છે જે અંતર્ગત ટિકટોક, વીચેટ તથા અન્ય 8 એપ્લિકેશન પર ડોનાલ્ડ ટ્રમ્પે લગાવેલો પ્રતિબંધનો નિર્ણય બદલી નાખવામાં આવ્યો છે. જો બાઈડેન તંત્ર દ્વારા નવો આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે, જે અંતર્ગત  આ એપ્સથી અમેરિકાની સુરક્ષાને ખતરો છે કે નહીં તેની તપાસ કરાશે.

બાઈડેને કહ્યું અમારી સરકાર લોકોને ઓનલાઈન સુરક્ષાનો માહોલ આપવા માંગે છે. અમે ગ્લોબલ ડિજિટલ ઈકોનોમીનું સમર્થન કરીએ છીએ. આ સ્થિતિમાં અમે ફરીથી આ મુદ્દે તપાસ કરીએ છીએ. અને પછી કોઇ નિર્ણય કરાશે જો કે હાલમાં આ એપ્સ પરથી પ્રતિબંધ હટાવી લેવાયો છે. એટલે કે જે લોકોએ આ એપ્સ ડાઉનલોડ  કરેલી છે તેઓ તેનો ઉપયોગ કરી શકશે અને નવી એપ્સ હાલમાં ડાઉનલોડ કરી શકાશે નહીં.

કોરોના સંકટની શરૂઆતમાં વિશ્વભમાં ચીનનો વિરોધ થયો હતો જેમાં આઈનીઝ એપ દ્વારા ડેટા ચોરીની વાતો સામે આવી હતી. ત્યારે ટ્રમ્પ તંત્રએ ટિકટોક, વીચેટ દેવી એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ભારતે પણ કોરોનાની સ્થિતી અને એલએસી પર આપણા સૈનિકોની શહાદત પછી 100 થી વધુ ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં ટિકટોક પણ સામેલ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch