Sat,27 April 2024,9:11 am
Print
header

મોદી સરકારના વખાણ, અમેરિકી સાંસદ પીટ ઓલ્સને કહ્યું 370 હટાવીને જમ્મુ-કાશ્મીરને ભારતની મહાન સંસ્કૃતિ સાથે જોડ્યું

વોશિંગ્ટન: મોદી સરકારે જમ્મુ-કાશ્મીર માંથી અનુચ્છેદ 370 હટાવીને એક દેશ એક બંધારણ લાગુ કરી દીધું છે, તેના પર દુનિયાભરના દેશોના નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે, હવે અમેરિકી કોંગ્રેસના સાંસદ પીટ ઓલ્સે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં કહ્યું છે કે મોદી સરકારે ભારતમાં શાંતિ સ્થાપવાનું કામ કર્યું છે, જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 370 હટાવીને ભારતની મહાન સંસ્કૃતિને એક કરવાનું અને જોડવાનું કામ કર્યું છે.

પીટ ઓલ્સને કહ્યું કે હવે જમ્મુ-કાશ્મીરના લોકોને પોતાના અધિકારો મળશે અને અહીયા શાંતિ સ્થપાશે, ભારતમાં એક તરફ જમ્મુ-કાશ્મીરને લઇને કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ મોદી સરકારની નીતિઓનો વિરોધ કરી રહી છે, બીજી તરફ વિદેશી રાજનેતાઓ મોદીના આ પગલાના વખાણ કરતા વિરોધીઓ માટે એક મોટો ફટકો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch