Sat,27 July 2024,10:30 am
Print
header

મોદીને બદનામ કરતી BBC ની ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનિંગની જાહેરાતથી જામિયા યુનિવર્સિટીમાં વિવાદ, પોલીસે શરૂ કરી તપાસ

નવી દિલ્હી: જામિયા યુનિવર્સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરતી બીબીસીની ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનિંગની જાહેરાત કરાતા વિવાદ થયો છે. પ્રતિબંધિત આ ડોક્યુમેન્ટ્રીને લઇને વાતાવરણ તંગ કરવા બદલ દિલ્હી પોલીસે ત્રણ વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. ચીફ પ્રોક્ટરની ફરિયાદ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના જણાવ્યાં અનુસાર આ ઘટનાને લઈને જામિયા યુનિવર્સિટીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આ હંગામાની વચ્ચે જામિયા યુનિવર્સિટીના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યાં છે. તેમાં વિદ્યાર્થીઓ અને બહારના કોઇ જ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

જામિયાના વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે તેઓ બીબીસીની 'ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન' ડોક્યુમેન્ટરી બતાવશે.પરંતુ જામિયા યુનિવર્સિટીએ તેમને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. જો કે, આજે સાંજે 6 વાગ્યે ગેટ નંબર 8 પર ડોક્યુમેન્ટ્રી બતાવવા પર વિદ્યાર્થીઓ અડગ રહ્યાં હતા. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને નોટિસ ફટકારી હતી.

જામિયા વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ છતાં, બુધવારે સાંજે 6 વાગ્યે ગેટ નંબર 8 ખાતે એમસીઆરસી લોન પર બીબીસીની પ્રતિબંધિત અને વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. જામિયા યુનિવર્સિટીએ આ માટે મંજૂરી આપી ન હતી. બાદમાં અહીં પોલીસ પણ પહોંચી હતી.

જામિયામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. લોનમાં અને ગેટ પર મેળાવડાની મંજૂરી આપવામાં આવી નથી.સાથે જ આયોજકો સામે કડક શિસ્તભંગની કાર્યવાહી પણ કરવામાં આવી છે. વર્ષ 2002 ગુજરાત રમખાણો દરમિયાન તત્કાલિન ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદીની ભૂમિકાને લઇને ડોક્યુમેન્ટ્રીમાં સવાલ ઉભા કરાયા છે.ભારત સરકારે તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે અને સોશિયલ મીડિયા કંપનીઓને તેને દૂર કરવા જણાવ્યું છે. ભારત સરકારે ડોક્યુમેન્ટ્રી 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' ને 'પ્રોપેગેન્ડા પીસ' ગણાવી છે. ગુજરાત રમખાણોની તપાસમાં મોદી નિર્દોષ છૂટ્યાં છે.

2002માં ગોધરામાં હિન્દુ યાત્રીઓને લઈને જતી ટ્રેનને આગ ચાંપી દેવામાં આવી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા. આ પછી, રાજ્યમાં ત્રણ દિવસની હિંસા દરમિયાન 1,000 થી વધુ લોકો માર્યા ગયા હતા.આરોપ હતા કે મોદી સરકારે રમખાણોને રોકવા કડક કાર્યવાહી કરી ન હતી. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch