Sat,27 April 2024,1:24 am
Print
header

નિશાન પર મીડિયા ગ્રુપ, દૈનિક ભાસ્કરની અમદાવાદ સહિત અન્ય રાજ્યોની ઓફિસો પર ITના દરોડા

અમદાવાદઃ ગુજરાત સહિત દેશના અનેક ઠેકાણે ભાસ્કર ગ્રુપની ઓફિસો પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. ભોપાલમાં ભાસ્કર અખબારના માલિકોના ઘર અને ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યાં છે. નોઈડા, અમદાવાદ અને જયપુરમાં ભાસ્કરની ઓફિસે આઈટી વિભાગનો કાફલો પહોંચી ગયો છે. સમગ્ર સર્ચ ઓપરેશન દિલ્હી અને મુંબઈની ટીમો સંચાલિત કરી રહી છે. ભાસ્કર ઓફિસમાં કર્મચારીઓના ફોન જપ્ત કરી લેવામાં આવ્યાં છે. ઉપરાંત કોઈને બહાર નીકળવા નથી દેવાયા, 100થી વધુ કર્મચારીઓ આ કામગીરી કરી રહ્યાં છે. દરોડામાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે.

આ રેડને લઈને કોંગ્રેસે મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. રણદીપ સુરેજવાલાએ ટ્વીટ કરીને લખ્યું, પ્રેસની આઝાદી પર કાયરતાપૂર્ણ હુમલો, દૈનિક ભાસ્કરની ભોપાલ, જયપુર,અમદાવાદ ઓફિસમાં ઈન્કમટેક્સની રેડ લોકતંત્રના અવાજને દબાવી ન શકાય, અમે તમને જણાવી દઇએ કે ભાસ્કર ગ્રુપે કોરોનામાં વારંંવાર સરકારની નિષ્ફળતાઓ બતાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારથી આ ગ્રુપ સરકારના નિશાના પર હતુ

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch