Sat,27 April 2024,1:28 am
Print
header

વિરામ બાદ ઈઝરાયલે ફરી કરી ગાઝા પર એરસ્ટ્રાઈક, ઈમારતોની ઉપર દેખાયા વિસ્ફોટના ધૂમાડા

ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે લોહિયાળ સંઘર્ષ અટકવાનું નામ ન જ નથી લઇ રહ્યો, ગત મહિને અમલમાં આવેલા યુદ્ધ વિરામ બાદ ફરીથી ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં પહેલી વાર હવાઈ હુમલો કર્યો છે. ઇઝરાઇલી સૈન્યએ કહ્યું છે કે અમારા વિમાનોએ ગાઝા શહેર અને દક્ષિણના શહેર ખાન યુનિસમાં હમાસ સશસ્ત્ર સંકુલો પર હુમલો કર્યો છે. ઈઝરાયલ માં 12 વર્ષ લાંબા ચાલેલા નેતન્યાહૂ શાસનનો અંત થઈ ગયો છે અને દક્ષિણપંથી યામિના પાર્ટીના 49 વર્ષીય નેતા નેફ્તાલી બેનેટ નવા પ્રધાનમંત્રી બન્યા છે. પરંતુ ફિલિસ્તાનની સાથે દુશ્મનીમાં કોઈ ફરક નથી પડ્યો.ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યાં મુજબ ઈઝરાયલે એક વાર ફરી ગાઝામાં એરસ્ટ્રાઈક કરી દીધી છે. જેથી બંને દેશો વચ્ચે સ્થિતી ગંભીર બનશે તે નક્કિ છે. 

ફિલિસ્તાનના સુરક્ષા દળોના હવાલાથી ન્યૂઝ એજન્સી એએફપીએ જણાવ્યું કે ઈઝરાયલે ગાઝા પર એરસ્ટ્રાઈક કરી છે. ફિલિસ્તાન તરફથી આતંકીઓએ દક્ષિણ ઈઝરાયલ તરફથી આગવાળા ફુગ્ગા મોકલ્યા જેના કારણે ઈઝરાયલે ગાઝા પર એરસ્ટ્રાઈક કરી દીધી.આ પહેલા સેંક્ડોની સંખ્યામાં ઈઝરાયલના ધૂક રાષ્ટ્રવાદીઓએ શક્તિ પ્રદર્શન કરવા માટે મંગળવારે પૂર્વ યેરુશલેમમાં પરેડ કરી હતી. ઘટનાક્રમના કારણે ગાઝા પટ્ટીમાં હમાસ આતંકીઓની સાથે યુદ્ધ વિરામના બાદ નવેસરથી હિંસા ભડકવાનો ખતરો પેદા થઈ રહ્યો છે હમાસના પ્રવક્તા અબ્દુલ લાતીફ અલ-કાનૌઆએ એક નિવેદનમાં કહ્યું કે કહેવાતા ફ્લેગ માર્ચ પેલેસ્ટાઇનમાં નવું યુદ્ધ શરૂ કરવા માટેના ડિટોનેટર હતા. તેમણે કહ્યું, જેરૂસલેમના રહેવાસીઓ દ્વારા આયોજિત કહેવાતી ફ્લેગ માર્ચ પવિત્ર શહેર અને અલ-અક્સા મસ્જિદની રક્ષા માટે નવી લડત તરફ દોરી જશે.

ઈઝરાયલની દક્ષિણપંથી યામિના પાર્ટીના 49 વર્ષીય નેતા નફ્તાલી બેનેટના પ્રધાનમંત્રી પદના શપથ લેવાની સાથે દેશમાં એક યુગનો અંત થઈ ગયો છે.લગભગ 12 વર્ષથી ઈઝરાયલ પર રાજ કરનારા બેન્ઝામિન નેતન્યાહૂ ઘણી મહેનત બાદ પણ પોતાની સત્તા ન બચાવી શક્યા.નફ્તાલી બેનેટે ઈઝરાયલના પ્રધાનમંત્રી પદભાર સંભાળ્યો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch