Sat,27 April 2024,12:37 am
Print
header

ઇઝરાયલના આ ઘાતક હથિયારે મચાવ્યો કોહરામ, જાણો કેટલું ઘાતક છે Ninja-R9X

ઇઝરાયલઃ છેલ્લા ઘણા દિવસોથી દુનિયામાં વિશ્વયુદ્ધ જેવી ભયાનક સ્થિતી ફાટી નીકળી છે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેની લડાઇ ભીષણ બની રહી છે ઇઝરાયલ દુશ્મનોના બધા જ હુમલાઓનો જોરદાર જવાબ આપી રહ્યું છે તેની પાસે રહેલા ઘાતક હથિયારો જ દુશ્મનોનો સફાયો કરી રહ્યાં છે.

ઇઝરાયલની (નિંઝા) Ninja-R9X મિસાઇલથી દુશ્મનોની ઉંઘ ઉડી ગઇ છે, આ મિસાઇલ એટલી ખતરનાક છે કે કારમાં કોઇ પણ પ્રકારના બ્લાસ્ટ વગર દુશ્મનની હત્યા કરી શકાય છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે 10 દિવસથી જંગ તેજ બની રહી છે જેમાં એકબીજા પર બોમ્બમારો કરાયો છે એરસ્ટ્રાઇકમાં અનેક લોકોના જીવ પણ ગયા છે.

હાલમાં જ નિંઝાથી ગાજામાં ઇઝરાયલની સેનાએ એક સફેદ કારને નિશાન બનાવી હતી જેમાં હમાસના સબમરીનના ઓપરેટર સવાર હતા, નિંઝા R9X મિસાઇલથી અહી હુમલો કરાયો અને ઓપરેટરને ખતમ કરી નાખવામાં આવ્યાં, આ મિસાઇલમાં 6 ઘાતક બ્લેડ હોય છે અને 45 કિલોનું મેટલ હોય છે. જે વ્યક્તિને ખતમ કરી નાખે છે અને આસપાસ ખબર પણ પડતી નથી, આ હુમલાથી કારને મોટું નુકસાન નથી થતું એટલે કે કોઇ મોટો બ્લાસ્ટ નથી થતો અગાઉ અમેરિકાએ આ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch