Fri,17 May 2024,3:40 pm
Print
header

વિદેશમાં વધુ એક હત્યા....અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને કરાઇ હત્યા, યુએસ પોલીસે તપાસ હાથ ધરી

અમેરિકાઃ ઓહાયોમાં એક ભારતીય વિદ્યાર્થીની તેની કારની અંદર જ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ વિદ્યાર્થી જે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો તે કોલેજના સંચાલકોએ આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. મેડિકલ સ્કૂલના નિવેદન અનુસાર આદિત્ય અદલખા યુનિવર્સિટી ઓફ સિનસિનાટી મેડિકલ સ્કૂલમાં ચોથા વર્ષનો વિદ્યાર્થી હતો.

પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફાયરિંગ ડિટેક્શન સર્વિસ શોટસ્પોટરે સવારે લગભગ 6.20 વાગ્યે વિસ્તારમાં ફાયરિંગની જાણ કરી હતી. પસાર થતા ડ્રાઈવરોએ 911 પર ફોન કરીને બુલેટ હોલવાળા વાહન અને અંદર એક યુવક જેને ગોળી વાગી હતી તેની જાણ કરી હતી. આદિત્ય અડલાખાને ગંભીર હાલતમાં યુસી મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો અને એક દિવસ પછી હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો.

આરોપી પકડાયો નથી

સ્થાનિક મીડિયા અહેવાલોએ જણાવ્યું કે ગોળીબારની જાણ થઈ ત્યારથી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. 26 વર્ષીય ભારતીય ડોક્ટરલ વિદ્યાર્થીને કારની અંદર ગોળી મારવામાં આવી હતી. આ ઘટનાને તેની મેડિકલ યુનિવર્સિટીએ "અચાનક, દુ:ખદ અને સંવેદનહીન ગણાવી છે.

યુનિવર્સિટીએ નિવેદન બહાર પાડ્યું

વિધાર્થીના અચાનક મૃત્યુંના સમાચાર સાંભળીને યુનિવર્સિટી ઓફ સિનસિનાટી કોલેજ ઓફ મેડિસિન દુઃખી છે. કોલેજમાં બધા તેને ઓળખતા હતા, સાથી વિદ્યાર્થીઓ અને અન્ય જેમને આદિત્યના નજીકના લોકો પણ દુઃખી છે. સિનસિનાટીના એક ટેલિવિઝન સ્ટેશનને જણાવ્યું કે તે અત્યંત દયાળુ, રમૂજી અને બુદ્ધિશાળી હતો. આદિત્ય અદલાખા તબીબી ક્ષેત્રે તેમનું શિક્ષણ ચાલુ રાખવા માટે ઉત્તર ભારતમાંથી સિનસિનાટી આવ્યો હતો. તેણે 2018 માં દિલ્હી યુનિવર્સિટીની રામજસ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

તેણે 2020 માં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), નવી દિલ્હીમાંથી ફિઝિયોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. નોંધનીય છે કે 9 નવેમ્બરે આ ઘટના બની હતી. તે દિવસે તેની કારની ઘણી વખત ટક્કર પણ થઇ હતી. ડ્રાઇવરની બાજુની બારીમાં ત્રણ બુલેટ હોલ જોવા મળ્યાં હતા.આ બનાવ પછી ભારતમાં રહેતો તેનો પરિવાર પણ આઘાતમાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch