Sat,18 May 2024,3:12 pm
Print
header

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી પર થયો ફરી હુમલો, એક સપ્તાહમાં 3 વિદ્યાર્થીઓનાં મોતથી સનસની

શિકાગોઃ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાના કિસ્સાઓ વધી રહ્યાં છે. તાજેતરનો મામલો શિકાગોનો છે જ્યાં એક ભારતીય વિદ્યાર્થી પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. પીડિત વિદ્યાર્થીની ઓળખ હૈદરાબાદના રહેવાસી સૈયદ મઝહિર અલી તરીકે થઈ છે. હુમલા બાદ શિકાગોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે કહ્યું છે કે તે પીડિત સૈયદ મઝહિર અલી તેમજ ભારતમાં તેમની પત્નીના સંપર્કમાં છે. ભારતીય દૂતાવાસે હૈદરાબાદના રહેવાસી અલી અને તેના પરિવારને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.

અમે ભારતમાં સૈયદ મઝાહિર અલી અને તેમની પત્ની સૈયદા રુકિયા ફાતિમા રઝવીના સંપર્કમાં છીએ અને તમામ શક્ય મદદની ખાતરી આપી છે, શિકાગોમાં ભારતીય કોન્સ્યુલેટે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું છે કે કોન્સ્યુલેટે સ્થાનિક અધિકારીઓનો પણ સંપર્ક કર્યો છે જેઓ મામલાની તપાસ કરી રહ્યાં છે.

હુમલાનો વીડિયો સામે આવ્યો

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં અલી ભયાનક ઘટના વિશે માહિતી આપી રહ્યો છે તે વખતે ખૂબ લોહી વહી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ફરતો અન્ય એક વીડિયો જે ઘટનાના સીસીટીવી ફૂટેજ તરીકે દેખાય છે, જેમાં ત્રણ હુમલાખોરો શિકાગોની શેરીઓમાં અલીનો પીછો કરતા જોવા મળે છે.

ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા વધ્યા

આ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓ પર હુમલા વધી રહ્યાં છે. થોડા દિવસ પહેલા શ્રેયસ રેડ્ડી નામનો ભારતીય વિદ્યાર્થી સિનસિનાટી ઓહાયોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. જો કે તેના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રિપોર્ટ્સ અનુસાર રેડ્ડી લિન્ડર સ્કૂલ ઓફ બિઝનેસનો વિદ્યાર્થી હતો. ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટે આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તે પરિવારના સંપર્કમાં છે અને તેમને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે. નોંધનીય છે કે એક અઠવાડિયામાં ભારતીય વિદ્યાર્થીનું આ ત્રીજું મોત હતું.

એક સપ્તાહમાં ત્રણ વિદ્યાર્થીઓનાં મોત

પરડ્યુ યુનિવર્સિટીના વિદ્યાર્થી નીલ આચાર્ય ઘણા દિવસો સુધી ગુમ થયા પછી 30 જાન્યુઆરીના રોજ મૃત હાલતમાં મળી આવ્યો હતો, તેવી જ રીતે 29 જાન્યુઆરીએ, વિવેક સૈની તરીકે ઓળખાતા અન્ય એક ભારતીય વિદ્યાર્થીની લિથોનિયા, જ્યોર્જિયા, યુએસએમાં એક સ્ટોરની અંદર એક વ્યક્તિ દ્વારા હથોડી વડે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, પરંતુ તેની તારીખની પુષ્ટિ થઈ શકી નથી.ત્યારે ભારતમાં રહેતા પરિવારો તેમના સ્વજનોની સુરક્ષાને લઇને ચિંતામાં છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch