Tue,18 June 2024,11:18 am
Print
header

ભારતે કેનેડાને આપ્યો જોરદાર જવાબ, કહ્યું- ટ્રુડોના આરોપ ખોટા છે, 5 દિવસમાં કેનેડાના રાજદ્વારીને ભારત છોડવા આદેશ

ભારતે સામે કેનેડાના રાજદ્વારીને પણ હાંકી કાઢ્યાં

નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કેનેડાના તમામ આરોપોને ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત કેનેડાના આરોપોને નકારી કાઢે છે. અમે કેનેડાના વડાપ્રધાનનું તેમની સંસદમાં નિવેદન જોયું છે, તેમના વિદેશ પ્રધાનના નિવેદનને અમે ફગાવી રહ્યાં છીએ, કેનેડામાં હિંસાના કોઈ પણ કૃત્યમાં ભારત સરકારની સંડોવણીના આરોપો વાહિયાત અને પ્રેરિત છે. વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે કાયદાના શાસન માટે મજબૂત પ્રતિબદ્ધતા ધરાવતો લોકશાહી રાજકીય દેશ છીએ.

ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે આવા પાયાવિહોણા આરોપો ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરે છે, જેમને કેનેડામાં આશ્રય આપવામાં આવ્યો છે, જેઓ ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે ખતરો છે. આ મુદ્દે કેનેડિયન સરકારની લાંબા સમયની નિષ્ક્રિયતા વધારે સતત ચિંતાનો વિષય છે. કેનેડિયન રાજકીય વ્યક્તિઓ ખુલ્લેઆમ આતંકીઓ માટે સહાનુભૂતિ વ્યક્ત કરે છે તે ચિંતાનો વિષય છે. હત્યા, માનવ તસ્કરી અને સંગઠિત અપરાધ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કેનેડાનું ધ્યાન કોઈ નવી વાત નથી.

વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે કેનેડા સરકારને વિનંતી કરીએ છીએ કે તે તેની ધરતી પરથી કાર્યરત તમામ ભારત વિરોધી તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરે. નોંધનિય છે કે કેનેડામાં ખાલિસ્તાની આતંકીની હત્યા મામલે કેનેડા સરકારે ભારત સરકાર પર આ ષડયંત્રનો આરોપ લગાવ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch