Sat,27 April 2024,4:14 am
Print
header

મોદી સરકારના કડક વલણ પછી ચીનની પીછેહઠ, સરહદ વિવાદ પર ચર્ચા માટે ડ્રેગન તૈયાર

નવી દિલ્હીઃ લદ્દાખમાં ભારત-ચીન સરહદ પર છેલ્લા 20 દિવસથી તનાવની સ્થિતી છે, બંને દેશોના સૈનિકો વચ્ચે મારામારી પણ થઇ છે, અને ચીને મોટી સંખ્યામાં તેના સૈનિકો તૈનાત કર્યા છે, સામે મોદી સરકારે પણ આક્રમકતા અપનાવીને સરહદ પર સૈનિકો તૈનાત કરીને ગમે તેવી સ્થિતી માટે તૈયાર રહેવા સેનાને જણાવ્યું હતુ, સેનાના અધિકારીઓ સાથે પીએમ મોદીએ એક બેઠક પણ યોજી હતી, હવે ભારતના કડક વલણને કારણે ચીન નરમ પડી ગયું છે.

ચીની વિદેશ મંત્રાલયે સરહદ પરની સ્થિતીની સામાન્ય ગણાવી છે, ભારતમાં ચીનના રાજદૂતે પણ કહ્યું છે કે બંને દેશો વચ્ચે ચર્ચાથી કોઇ પણ ઉકેલ આવી શકે છે. તેમને સંબંધો વધારવા મામલે કહ્યું કે ચીનનો ડ્રેગન અને ભારતીય હાથી એક સાથે નૃત્ય કરી શકે છે. તેમને બંને દેશો વચ્ચે સંબંધો વધારવા પર ભાર મુક્યો છે. એમ પણ કહ્યું કે ચીન અને ભારત બંને દેશો કોરોના સામે જંગ લડી રહ્યાં છે, જેથી બધાએ સહયોગ કરીને શાંતિથી આગળ વધવાનું છે. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch