Sat,27 July 2024,2:55 pm
Print
header

ખાસ કરીને કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ સાવધાન રહેજો, શીખ ફોર જસ્ટિસે હિન્દુઓને કેનેડા છોડવા આપી ધમકી, ટ્રુડો હવે શું કરશે ?

ઓટાવાઃ ભારતમાં 2019 થી પ્રતિબંધિત કેનેડાના ખાલિસ્તાન તરફી સંગઠન શીખ ફોર જસ્ટિસે (SFJ) ફરી એકવાર ભારતીય મૂળના હિંદુઓ વિરુદ્ધ ઝેર ઓક્યું છે. સંગઠને કહ્યું છે કે ભારતીય મૂળના હિંદુઓએ કેનેડા છોડી દેવું જોઈએ. SFJએ એક વિડિયો જાહેર કરીને કહ્યું કે કેનેડામાં રહેતા ભારતીય મૂળના હિંદુઓ તેમની ભારતીયતાની ઉજવણી કરે છે અને ખાલિસ્તાની નેતા' હરદીપ સિંહ નિજ્જરની હત્યાની ઉજવણી કરીને હિંસાને પ્રોત્સાહન આપે છે.

SFJના કાનૂની સલાહકાર ગુરપતવંત પન્નુને એક વીડિયોમાં કહ્યું, ભારતીય મૂળના હિંદુઓ, તમારું ઘર ભારત છે. કેનેડા છોડો, ભારત જાઓ. તમે લોકો માત્ર ભારતને જ સમર્થન નથી આપ્યું પરંતુ તમે ખાલિસ્તાન તરફી શીખોના ભાષણ અને અભિવ્યક્તિના દમનને પણ સમર્થન આપ્યું છે. ગુરપતવંત પન્નુનને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો છે. SFJએ કહ્યું છે કે ટ્રુડો સરકારે એક હત્યા માટે ભારત સરકારને જવાબદાર ઠેરવી છે, જેનાથી તેમને મજબૂતી મળી છે.

SFJની ધમકી પછી, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે. તેઓ એક રીતે ખાલિસ્તાનીઓને  રક્ષણ આપી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. તેઓ હવે તેમના જ નાગરિકોને ધમકી આપી રહ્યાં છે, કારણ કે તેઓ હિન્દુ છે. હવે જસ્ટિન ટ્રુડો માટે કસોટીનો સમય છે. તેમની ઉદારતા ખાલિસ્તાનીઓ પ્રત્યે છે કે સામાન્ય હિંદુઓ પ્રત્યે છે.

સોમવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં ભારત પર ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપ બાદ બંને દેશોના સંબંધો બગડી ગયા છે. ભારતે મંગળવારે કેનેડાના દાવાને વાહિયાત ગણાવીને ફગાવી દીધો છે. બંને દેશો વચ્ચે તણાવ એટલો વધી ગયો છે કે મામલો એકબીજાના રાજદ્વારીઓને બહાર કાઢવા સુધી પહોંચી ગયો છે.

કેનેડામાં રહેતા ભારતીય મૂળના હિંદુઓ માટે સુરક્ષાની ચિંતા વધી

ભારત અને કેનેડા વચ્ચેના તણાવને કારણે કેનેડામાં રહેતા ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વધી છે. ખાસ કરીને ભારતમાંથી અહીં અભ્યાસ માટે ગયેલા હજારો વિદ્યાર્થીઓએ સાવચેત રહેવાની જરૂર છે. બે દેશોની સરકારોના વિવાદ વચ્ચે હવે  પન્નુનનો પ્રોપગેન્ડાનો વીડિયો સામે આવી રહ્યો છે જે ચિંતાજનક છે. કેનેડિયન હિંદુઓ ફોર હાર્મનીના પ્રવક્તા વિજય જૈને પન્નુનની ધમકી પર ચિંતા વ્યક્ત કરી છે. કેનેડાના હિંદુ મંત્રી અનિતા આનંદે ભારતીય હિંદુઓની સુરક્ષા અંગે વાત કરી છે.

તેમને એક પોસ્ટમાં કહ્યું કે દક્ષિણ એશિયાઈ અને ભારતીય દેશોના લોકો ધર્મને ધ્યાનમાં લીધા વિના સહમત થશે કે ટ્રુડોએ સોમવારે જે કહ્યું તેનાથી તેઓને દુઃખ થયું છે.આપણે કાયદાકીય પ્રક્રિયા પર વિશ્વાસ રાખવો જોઈએ. આપણે બધા શાંતિ, એકતા અને એકબીજા પ્રત્યે સહાનુભૂતિ રાખીએ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch