Sat,27 July 2024,10:50 am
Print
header

ભારત સામે મેચ હારતાં જ પાકિસ્તાને બનાવ્યો આ શરમજનક રેકોર્ડ, આટલા વર્ષો પછી મળી આવી કારમી હાર

India vs Pakistan: એશિયા કપ 2023ની સુપર-4 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર અંદાજમાં પાકિસ્તાનને 228 રનથી હરાવ્યું હતું. આ મેચમાં પાકિસ્તાનના બોલર અને બેટ્સમેનો ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 2 વિકેટ ગુમાવીને 356 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ માત્ર 128 રન બનાવી શકી હતી. ભારત તરફથી વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર સદી ફટકારી હતી. આ સાથે જ કુલદીપ યાદવે 5 વિકેટ લઈને પાકિસ્તાનને ઓછા સ્કોર સુધી રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચ મોટા અંતરથી હારીને પાકિસ્તાની ટીમના નામે એક ખૂબ જ શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે.

પાકિસ્તાને આ શરમજનક રેકોર્ડ બનાવ્યો

મોટા લક્ષ્યનો પીછો કરી રહેલી પાકિસ્તાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે ઓપનર ઈમામ ઉલ હક માત્ર 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.આ પછી સુકાની બાબર આઝમ પણ 10 રન બનાવી શક્યો હતો. પાકિસ્તાન તરફથી ફખર જમાને સૌથી વધુ 27 રન બનાવ્યાં હતા. આગા સલમાન અને ઈફ્તિખાર અહેમદે 23-23 રનનું યોગદાન આપ્યું હતું અને સમગ્ર પાકિસ્તાની ટીમ માત્ર 128 રન જ બનાવી શકી હતી અને મેચ 228 રનથી હારી ગઈ હતી, રનના મામલે પાકિસ્તાનની વન-ડે ક્રિકેટમાં આ બીજી સૌથી મોટી હાર છે.આ પહેલા વર્ષ 2009માં શ્રીલંકાએ પાકિસ્તાનને 234 રનથી હરાવ્યું હતું.14 વર્ષ બાદ પાકિસ્તાની ટીમને ફરી કારમી હારનો સામનો કરવો પડ્યો છે.વર્ષ 2002માં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 224 રને હરાવ્યું હતું.

ODIમાં રનના મામલે પાકિસ્તાનની સૌથી મોટી હાર

શ્રીલંકા સામે-234 રન, વર્ષ 2009
ભારત સામે-228 રન, વર્ષ 2023
ઓસ્ટ્રેલિયા સામે 224 રન, 2002
ઇંગ્લેન્ડ સામે 198 રન, 1992

બેટ્સમેનોએ ખરાબ પ્રદર્શન કર્યું હતું

બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનને કારણે પાકિસ્તાનની ટીમ ભારત સામે પૂરી 50 ઓવર પણ રમી શકી ન હતી.128 રન એ ભારત સામેની ODIમાં પાકિસ્તાનનો ત્રીજો સૌથી ઓછો સ્કોર છે.1985માં શારજાહમાં પાકિસ્તાનની ટીમ ભારત સામે 87 રનમાં આઉટ થઈ ગઈ હતી, જે ભારત સામે ODIમાં પાકિસ્તાનનો સૌથી ઓછો સ્કોર છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch