(ફાઇલ ફોટો)
ઇસ્લામાબાદઃ પાડોશી દેશ પાકિસ્તાનમાં રાજકીય આંદોલનો સતત વધી રહ્યાં છે.સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યાં બાદ ઈમરાન ખાન વિરોધી રાજકીય પક્ષો એક થઈ ગયા છે. ઇમરાનની મુક્તિના વિરોધમાં સુપ્રીમ કોર્ટની બહાર તમામ પક્ષો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે સંસદમાં પણ ઇમરાન ખાનને ફાંસી આપવાની માંગ ઉઠી છે.
નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝ અહેમદ ખાને માંગ કરી છે કે ઈમરાન ખાનને જાહેરમાં ફાંસી આપવી જોઈએ. તેને બદલે કોર્ટ તેમને જમાઈની જેમ આવકારી રહી છે. પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM) ઈમરાન ખાનની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. PDM એ સત્તાધારી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ, જમિયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUIF) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) સહિત અનેક પક્ષોનું ગઠબંધન છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતા. લાહોરમાં આગામી સાત દિવસ માટે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
ઈમરાનને જામીન આપનાર ચીફ જસ્ટિસને હટાવવાની તૈયારી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલે ઈમરાન ખાનને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ ઈમરાનને જામીન મળી ગયા હતા. હવે પાકિસ્તાન સરકાર ખુલ્લેઆમ ઇમરાન સામે મોટી તૈયારી કરવામાં છે. સરકારે તેમની સામે નિંદાની દરખાસ્ત લાવવાનો નિર્ણય કર્યો છે.
શાસક ગઠબંધન સરકારે હવે કોર્ટ પર ખોટી રીતે પ્રધાન ઇમરાન ખાનની તરફેણ કરવાનો અને 9 મેના હુમલાખોરોને ટેકો આપવાનો આરોપ મૂક્યો છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ, JUI-F નેતા અસદ મેહમૂદ અને અન્યોએ CJP ના બેવડા ધોરણો પર નારાજગી વ્યક્ત કરી હતી. આ હંગામાની વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઈમરાન ખાન સામે અલ કાદિર ટ્રસ્ટ કેસ મામલે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
કયા કેસમાં ઈમરાનની ધરપકડ થઈ ?
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વડા ઈમરાન ખાનની મંગળવારે અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) અને પાક રેન્જર્સ દ્વારા ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી તેમની ધરપકડ કરવામાં આવી હતી,ત્યારબાદ દેશભરમાં હોબાળો થયો હતો. તેમને છોડી દેવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ પીટીઆઈ સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના અહેવાલો સામે આવી રહ્યાં છે.
પાકિસ્તાનના ઘણા મોટા શહેરોમાં ઈમરાન ખાનના સમર્થકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. પીટીઆઈના સમર્થકોએ સેના પર નિશાન સાધવાનું શરૂ કર્યું છે. વિરોધીઓએ લશ્કરી કેમ્પ, તેમની ઓફિસો અને ઘરો પર હુમલા કરવાનું શરૂ કર્યું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
અમેરિકા નહીં નોંધાવે નાદારી, બાઇડેન અને રિપબ્લિકન સાંસદ કેવિન મેકકાર્થી વચ્ચે સમજૂતી- Gujarat Post | 2023-05-28 13:01:48
ઓસ્ટ્રેલિયાના PM અલ્બેનિસે મોદીની કરી પ્રશંસા, કહ્યું- મોદી બોસ છે, તેમનું સ્વાગત કરવું નસીબની વાત છે | 2023-05-23 15:14:23
ગુયાનામાં એક શાળાના શયનગૃહમાં લાગી આગ, 19 બાળકોનાં મોત | 2023-05-23 08:32:43
પાપુઆ ન્યુ ગિનીમાં બોલ્યાં મોદી, કોરોનામાં પેસિફિક દેશોનું એકમાત્ર મદદગાર બન્યું હતુ ભારત | 2023-05-22 08:06:09
વિદેશમાં મોદીનો જલવો.... મોદીને પગે નમી ગયા પાપુઆ ન્યૂ ગીનીના PM જેમ્સ મરાપે | 2023-05-21 18:47:08
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20
વડાપ્રધાન મોદીને દેશને સમર્પિત કર્યું નવું સંસદ ભવન, સેંગોલને કર્યા સાષ્ટાંગ દંડવત- Gujarat Post | 2023-05-28 12:59:37
ભારત માટે ઐતિહાસિક ક્ષણ, નવી સંસદના ઉદ્ધઘાટન પહેલા પંડિતોએ વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ | 2023-05-27 21:33:07