Sat,27 April 2024,10:03 am
Print
header

રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

અમદાવાદ: રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આજથી ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,આગામી 8 અને 9 સપ્ટેમ્બરે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે.ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનું હવામાન વિભાગનું કહેવું છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.  

સુરત ગ્રામ્ય બાદ હવે સુરત શહેરમાં પણ વરસાદ શરૂ થયો છે. અઠવાલાઈન્સ, પાર્લે પોઈન્ટ, પાલ, અડાજણ, રાંદેર, વેસુ, ઉધના, લીંબાયત, વરાછા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. આ વરસાદ ખેડૂતો માટે આર્શિવાદરૂપ સાબિત થશે.  સુરત જિલ્લામાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. માંગરોળ, ઉમરપાડા, કીમ, કોંસબા, ઓલપાડમાં વરસાદ શરૂ થયો છે. 

દક્ષિણ ગુજરાતમાં ૩૨.૬૨ ઈંચ સાથે સિઝનનો સૌથી વધુ ૫૬.૬૯% જ્યારે ૮.૬૨ ઈંચ સાથે કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ અત્યંત સાધારણ છે. ગત વર્ષે ૫ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં ૩૯.૭૧ ઈંચ સાથે મોસમનો ૧૨૧.૩૯% વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.ગત વર્ષે ૯.૮૪ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો ન હોય તેવા એક પણ જિલ્લા ન હતા. જેની સરખામણીએ આ વખતે ૬૯ એવા તાલુકા છે જ્યાં ૯.૮૪ ઈંચથી ઓછો વરસાદ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જૂનમાં ૪.૭૩ ઈંચ, જુલાઇમાં ૬.૯૫ ઈંચ, ઓગસ્ટમાં ૨.૫૭ ઈંચ, સપ્ટેમ્બરમાં હજુ સુધી ૨.૧૪ ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar