Sat,27 April 2024,2:50 am
Print
header

જર્મનીમાં પૂર બાદ સામે આવ્યાં તબાહીના દ્રશ્યો, એન્જેલા મર્કેલે કહી આ વાત

ભયાનક પુરમાં 100 લોકોનાં મોત થઇ ગયા 

(તસવીર અને વીડિયો સૌજન્યઃ એએફપી)

જર્મનીમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં 100 જેટલા લોકોનાં મોત નીપજ્યાં છે અને અનેક લોકો લાપતા છે. પૂરથી અનેક કારો વહી ગઈ, કેટલીક ઇમારતો ધરાશાયી થઈ છે.પશ્ચિમી કાઉન્ટી યુસ્કિરચેનમાં ફોન અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત થતાં પ્રદેશના આ વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી ખોરવાઈ છે.

જર્મન ચાંસેલર એન્જેલા મર્કલે વોશિંગ્ટનમાં જો બાઇડેન સાથે મુલાકાત બાદ કહ્યું કે, હું આગામી સમયમાં વધારે વિકટ સ્થિતિની કલ્પના કરી શકું છું. કોબલેન્ઝ શહેરમાં પોલીસે ટ્વીટ કર્યું કે અહરવીલર કાઉન્ટીમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે લગભગ 50 જેટલા લોકો તેમના ઘરોની છત પર ફસાયા છે. તેઓ ત્યાંથી બચાવવાની રાહમાં છે. પોલીસે જણાવ્યું કે શુલડ ગામમાં છ મકાનો રાતોરાત તૂટી પડ્યા છે ઘણા લોકો ગુમ છે.

પૂર અને ભૂસ્ખલનને કારણે કેટલાય ગામડાઓનો સંપર્ક તૂટી પડ્યા બાદ હજુ સુધી આ વિસ્તારમાં કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી. સોશિયલ મીડિયા પર પોસ્ટ થયેલા વીડિયોમાં પાણીનાં પ્રવાહમાં કાર વહેતી અને કેટલાક સ્થળોએ ઘરોને તૂટતા બતાવવામાં આવ્યા છે.ભારે વરસાદ બાદ અધિકારીઓએ આ વિસ્તારમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.પશ્ચિમ અને મધ્ય જર્મની તેમજ પડોશી દેશોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch