Sat,27 April 2024,12:23 am
Print
header

હવાઈ મુસાફરી કરતા પહેલા જાણી લો, સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન

નવી દિલ્હીઃ કોરોના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવી રહ્યાં છે. રોજ સરકાર તરફથી નવી નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી રહી છે. દુકાનદારો માટે એસઓપી જાહેર કરવામાં આવી હતી. હવે ઈન્ટરનેશનલ હવાઈ સફર કરનારા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. હકીકતમાં, વિદેશોમાં વધતા કોરોના વાયરસના કેસને જોતા, સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ મુસાફરો માટે દિશાનિર્દેશનો રિવાઈઝ સેટ જાહેર કર્યો છે. 

ગત ગાઈડલાઈનથી એકદમ અલગ છે 

હવાઈ મુસાફરીને લઈને સ્વાસ્થય મંત્રાલય તરફથી જાહેર કરાયેલી ગાઈડલાઈન 25 નવેમ્બર 2020ના રોજ અપડેટ કરવામાં આવી છે. નવી ગાઈડલાઈન અંતર્ગત જો મુસાફર ઈન્સ્ટીટ્યૂશનલ ક્વોરેન્ટાઈનમાંથી છૂટવા માંગે છે તો તેને મુસાફરી શરૂ કરવાથી 72 કલાક પહેલા કોવિડ 19 આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ આપવો પડશે. નવી સૂચના 2 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલ ગાઈડલાઈનથી અલગ છે. આવામાં જો તમે આંતરરાષ્ટ્રીય મુસાફરીનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો કેટલીક બાબતો તમારા દિમાગમાં ફીટ કરી લો. જેથી મુસાફરીમાં કોઈ તકલીફ ન થાય. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch