Sat,27 April 2024,1:30 am
Print
header

હરિયાણામાં સ્કૂલ ખુલતાં જ કોરોનાની થઈ એન્ટ્રી, તંત્રએ આપ્યો મોટો આદેશ

(File Photo)

ફતેહાબાદઃ હરિયાણામાં સ્કૂલો ખુલતાં જ કોરોનાએ ત્યાં પણ એન્ટ્રી કરી લીધી છે. ફતેહાબાદની સ્કૂલમાં 6 વિદ્યાર્થીઓ સંક્રમિત મળતાં ફફડાટ ફેલાઇ ગયો છે. બિમાર તમામ વિદ્યાર્થીઓને ઘરમાં જ આઈસોલેટ કરાયા છે. સરકારી સ્કૂલમાં કોરોનાના કેસ મળતાં સિવિલ સર્જને જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખીને તમામ સ્કૂલોમાં સેમ્પલિંગ કરવા કહ્યું છે.તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓના કોવિડ ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે.

સોમવારથી તમામ સ્કૂલોમાં સેમ્પલિંગ શરૂ થશે. સ્કૂલોમાં ભણાવવા આવતાં શિક્ષકોનું રસીકરણ થયું છે કે નહીં તે પણ ચેક કરવા આદેશ આપવામાં આવ્યો છે. સોલાપુરમાં સ્કૂલો ખૂલ્યા બાદ 600 થી વધારે બાળકો સંક્રમિત થયા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 613 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં પ્રમાણે આજે 41,649 નવા કેસ નોંધાયા હતા, 37,291 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.જ્યારે 593 લોકોના મોત થયા હતા.અત્યાર સુધીમાં કુલ 46, 15,18,479 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજના આંકડા સાથે દેશમાં કોવિડ-19ના કુલ કેસ 3,16,13,993 થયા છે. હાલ એક્ટિવ કેસ 4,08,920 છે. કુલ રિકવરીનો આંક 3,07,81,263 છે. દેશમાં કોરોનાથી કુલ 4,23,810 લોકોના મોત થયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch