Tue,07 May 2024,11:49 pm
Print
header

જુઓ વીડિયો, ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું, ખેડૂતોએ પંજાબ-હરિયાણા બોર્ડર પર બેરિયર ઉખેડીને ફ્લાયઓવર પરથી નીચે ફેંક્યાં

નવી દિલ્હીઃ પંજાબ-હરિયાણા બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. શંભુ બોર્ડર પર ખેડૂતોએ ફ્લાયઓવર પર લગાવેલા સેફ્ટી બેરિયર  ફ્લાયઓવર પરથી નીચે ફેંકી દીધા છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ખેડૂતો બેરિયર ફ્લાયઓવર પરથી નીચે ફેંકતા જોવા મળે છે.

પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો

વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવા પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. પરંતુ ખેડૂતો તેમની માંગ પર અડગ છે અને હટવાનો ઇનકાર કરી રહ્યાં છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વોટર કેનનનો ઉપયોગ કરવા છતાં ખેડૂતો પોતાની જગ્યાએથી ખસતા નથી.

હરિયાણાના કુરુક્ષેત્રમાં પણ હંગામો

હરિયાણાના કુરુક્ષેત્રમાં પણ વિરોધ કરી રહેલા ખેડૂતોએ હંગામો મચાવ્યો છે. દરમિયાન તેઓએ ટ્રેક્ટરમાંથી બળજબરીથી સિમેન્ટના બેરીકેટ્સ હટાવ્યાં હતા. તેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હરિયાણા પોલીસે બેરિકેડથી દૂર રહેવાની અપીલ કરવા છતાં ઘણા યુવાનો પાછા હટ્યાં ન હતા અને બેરિકેડની ટોચ પર ઉભા રહ્યાં હતા. જ્યારે કેટલાક દેખાવકારોએ લોખંડની બેરિકેડ તોડી નાખી અને તેને ઘગ્ગર નદીના પુલ પરથી નીચે ફેંકવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે ટીયર ગેસના અનેક શેલ છોડ્યાં હતા. પોલીસે ટીયર ગેસના શેલ છોડવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો.

ઘણા પ્રદર્શનકારીઓની અટકાયત કરાઇ

હરિયાણા પોલીસે શંભુ બોર્ડર પર પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી, કારણ કે વિવિધ માંગણીઓને લઈને દિલ્હીમાં ખેડૂતોના વિરોધ માર્ચ દરમિયાન અરાજકતા ફાટી નીકળી હતી.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch