Sat,27 April 2024,2:58 am
Print
header

હાર્દિક પટેલનું કોંગ્રેસમાં કદ વધ્યું, ગુજરાત કોંગ્રેસ કમિટિના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના સમકક્ષની જવાબદારી સોંપાઇ 

અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી થયા પછી તેને અત્યાર સુધીની સૌથી મોટી જવાબદારી સોંપવામાં આવી છે, કોંગ્રેસ હાઇ કમાન્ડે હાર્દિક પટેલના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના કાર્યકારી પ્રમુખની મોટી જવાબદારી સોંપી છે. આ પદ હાલના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના પદ સમકક્ષનું છે.પાટીદાર આંદોલન પછી કોંગ્રેસને ગુજરાતમાં મોટો ફાયદો થયો હતો અને બાદમાં ભાજપ સામેની રણનીતિના ભાગરૂપે હાર્દિક પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી થઇ હતી, અને હવે કોંગ્રેસ હાર્દિકના સહારે આગામી ચૂંટણીઓમાં ભાજપને મ્હાત આપશે.

કોંગ્રેસે ત્રણ જિલ્લા પ્રમુખોની પણ વરણી કરી છે, જેમાં સુરતમાં આનંદ ચૌધરી, દેવભૂમિ દ્વારકામાં યાસિન ગજ્જર અને અમિત ચાવડાના ગઢ ગણાતા આણંદમાં મહેન્દ્ર પરમારની નિમણુંક કરી છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar