Sat,27 April 2024,1:30 am
Print
header

કોરોના મહામારીમાં સરપંચોને વિશેષ અધિકાર આપોઃ હાર્દિક પટેલ

ફાઇલ ફોટો

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી ચોપડે કોરોના ભલે ધીમો પડ્યો હોય પણ ગામડાઓમાં તેની અસર મોટી છે. મોટા શહેરો બાદ ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ ભયનજક રીતે વધી રહ્યું છે. જેને લઈને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સરપંચોને વિશેષ સત્તા આપવાની માંગ કરી છે.

હાર્દિક પટેલે ટ્વીટ કરીને લખ્યું છે મારી ગુજરાત સરકારને વિનંતી છે કે કોરોના મહામારીમાં સરપંચોને અલગથી અધિકાર આપવામાં આવે. જેથી કરીને તેઓ જિલ્લા કલેકટર પાસેથી તાત્કાલિક કામ કરાવી શકે. કોરોનાની આ લહેરમાં ગ્રામીણ વિસ્તારોને પણ મહત્વ આપવું પડશે. તમામે સાથે મળીને લડવું પડશે સરપંચ જ સરકાર બને તે જરૂરી છે જેનાથી કોરોના સામેની લડાઇ મજબૂત બનશે.

ઉપરાંત તેણે એમ પણ લખ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાને લઈને જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે ગ્રામીણો કોરોના ટેસ્ટિંગ નથી કરાવી રહ્યાં. આ કારણે અહીંયા કોરોના મહામારી વકરી છે. ગ્રામીણ વિસ્તારોમાં વેક્સીન અને કોરોના ટેસ્ટિંગ માટે જાગૃતિ લાવવા સરપંચોએ મહત્વપૂર્ણ કામ કરવું પડશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar