Fri,19 April 2024,7:22 pm
Print
header

Happy Holi 2023: દેશભરમાં હોળી-ધૂળેટીના પર્વની થઈ રહી છે ઉજવણી, પીએમ મોદી, રાહુલ ગાંધીએ આપી શુભકામનાઓ

નવી દિલ્હીઃ દેશભરમાં આજે હોળી ધૂળેટીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. હોળી રંગો અને ઉમંગોનો તહેવાર છે. આ દિવસે ફગુઆ ગાવાની પણ પરંપરા છે. હોળીને રંગોનો તહેવાર કહેવામાં આવે છે કારણ કે આ તહેવાર પર લોકો અબીલ ગુલાલથી એકબીજાને રંગે છે.રંગબેરંગી ચહેરા હોળીની ખુશીમાં વધારો કરે છે.

પ્રધાનમંત્રી મોદીએ હોળીની શુભકામનાઓ પાઠવી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, હોળીની ખુબ ખુબ શુભકામનાઓ.તમારા જીવનમાં હંમેશા આનંદ અને ઉંમગનો રંગ વરસે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખ્યું, રંગો, આનંદ અને ઉલ્લાસના તહેવાર હોળીના પર્વ પર તમામ સાથી નાગરિકોને શુભેચ્છાઓ. ખુશીઓનું આ પર્વ આપ સૌના જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરે એવી કામનાઓ..

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ હોળીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. રાહુલે ટ્વિટર પર લખ્યું કે, હોળીનો તહેવાર દરેકના જીવનમાં નવા રંગ લાવે, દેશ પર એકતાનો રંગ ચઢે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch