Sun,05 May 2024,9:44 am
Print
header

કાલે અમે તેમનું ભવિષ્ય જણાવીશું... હમાસે ત્રણ બંધકોનો વીડિયો જાહેર કરીને ઈઝરાયેલને આપી ચેતવણી

જેરુસેલમઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 100  દિવસ થઈ ગયા છે. હાલમાં બંને દેશો વચ્ચેની લડાઈ આગળ વધી રહી છે. આતંકવાદી સંગઠન જૂથે ઇઝરાયેલ પર યુદ્ધ રોકવા માટે દબાણ બનાવવા માટે એક નવું પગલું ભર્યું છે. તેમને રવિવારે એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં ત્રણ ઈઝરાયેલી બંધકો દર્શાવવામાં આવ્યાં છે. હમાસે ચેતવણી જારી કરીને નેતન્યાહૂ સરકારને યુદ્ધ બંધ કરવા અને તેમના લોકોને મુક્ત કરવા માંગ કરી છે.

7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલુ છે

હમાસે ગયા વર્ષે 7 ઓક્ટોબરે દક્ષિણ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. એક સાથે અનેક મિસાઇલો છોડવામાં આવી હતી. જમીન પર પણ લોકો પર મોટા હુમલા કરવામાં આવ્યાં હતા. આતંકવાદીઓએ 1200 ઇઝરાયેલ નાગરિકોની હત્યા કરી હતી. આ સિવાય 250 લોકોને બંધક બનાવવામાં આવ્યાં હતા. જેમાંથી અનેક લોકો હજુ પણ હમાસના નિયંત્રણમાં છે. ઇઝરાયેલની સેનાએ યુદ્ધમાં ગાઝાના મોટા ભાગનો નાશ કર્યો છે. લગભગ 24 હજાર પેલેસ્ટિનિયન માર્યાં ગયા છે.ઇઝરાયેલના આક્રમણથી 85 ટકા લોકો તેમના ઘરોમાંથી વિસ્થાપિત થયા છે. ચોથા ભાગની વસ્તી ભૂખમરાનો સામનો કરી રહી છે.

37 સેકન્ડના વીડિયોમાં અપાઇ છે ધમકી 

આ વીડિયો માત્ર 37 સેકન્ડનો છે. તેમાં બતાવવામાં આવેલા બંધકોની ઓળખ 26 વર્ષીય નોહ અર્ગમાની, 53 વર્ષીય યોસી શરાબી અને 38 વર્ષીય ઈટાઈ સ્વિર્સ્કી તરીકે થઈ છે. વીડિયોના અંતમાં આતંકવાદીઓને કહેતા સાંભળી શકાય છે કે, 'આવતીકાલે અમે તમને આ બધાના ભાગ્ય વિશે જણાવીશું.

કેટલાક બંધકોનો સંપર્ક કરવામાં અસમર્થ

આ પહેલા રવિવારે હમાસે કહ્યું હતું કે તે ઈઝરાયેલના ગોળીબારના કારણે કેટલાક બંધકોનો સંપર્ક કરી શક્યું નથી. તેઓ જાણતા નથી કે તે લોકો જીવિત છે કે મરી ગયા છે. શરૂઆતમાં જ્યારે ઇઝરાયલે આ યુદ્ધ શરૂ કર્યું ત્યારે હમાસે બંધકોને મારી નાખવાની ધમકી આપી હતી. જો કે હમાસના આ 37 સેકન્ડના વીડિયો પર ઈઝરાયેલના અધિકારીઓએ જવાબ આપવાનો ઈન્કાર કરતા કહ્યું કે હમાસ હવે માનસિક રીતે લડી રહ્યું છે.

હમાસના દાવા ખોટા છે

હમાસે દાવો કર્યો હતો કે ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઘણા બંધકો માર્યાં ગયા હતા, પરંતુ ઈઝરાયેલના આરોગ્ય મંત્રાલયના ફોરેન્સિક અધિકારી હાગર મિઝરાહીએ કહ્યું કે જ્યારે તેમણે મૃતદેહોની તપાસ કરી ત્યારે દાવાઓ ખોટા હોવાનું જણાયું હતું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch