Sun,08 December 2024,11:50 pm
Print
header

મદરેસા પર બુલડોઝરની કાર્યવાહી થતા હલ્દવાની ભડકે બળ્યું, 6 લોકોનાં મોત, 100 થી વધુ લોકો ઘાયલ

ઉત્તરાખંડઃ ગુરુવારે ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીમાં કેટલાક લોકોએ હંગામો મચાવ્યો હતો. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પોલીસે આ વિસ્તારમાં કર્ફ્યૂં લગાવવો પડ્યો અને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશો જારી કરવામાં આવ્યાં. આ હિંસામાં અત્યાર સુધીમાં 6 લોકોનાં મોત થયા છે અને 100થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

પોલીસ પ્રશાસનની ટીમ હલ્દવાનીના બાનભૂલપુરા વિસ્તારમાં 'ગેરકાયદેસર' બનેલી મદરેસા અને મસ્જિદને હટાવવા ગઈ હતી. કાર્યવાહી શરૂ થતાંની સાથે જ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત રોષે ભરાયેલા સ્થાનિક રહેવાસીઓ કાર્યવાહીનો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યાં હતા. તેઓ બેરિકેડ તોડતા અને ડિમોલિશન ઓપરેશનમાં રોકાયેલા પોલીસકર્મીઓ સાથે દલીલ કરતા જોવા મળ્યાં હતા.

ઘણા વાહનોને સળગાવી દેવાયા

જેસીબીની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે ભીડ હિંસક બની ગઈ હતી અને સૂત્રોચ્ચાર કર્યાં બાદ પથ્થરમારો કરવા લાગ્યા હતા. થોડી જ વારમાં સમગ્ર વિસ્તારમાં માહોલ તંગ બની ગયો હતો. બુલડોઝર ચલાવવા આવેલા વહીવટીતંત્ર પર બદમાશોએ પથ્થરમારો કર્યો હતો. ગુસ્સે થયેલા લોકોને શાંત કરવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જનો આશરો લીધો, જેના કારણે હંગામો વધુ વધી ગયો હતો. આ પછી રામનગરથી વધારાના દળો બોલાવવામાં આવ્યાં હતા અને બનભૂલપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યાં બાદ પોલીસે ફરીથી ચાર્જ સંભાળ્યો હતો.

તોફાનીઓએ પોલીસ સ્ટેશનને આગ ચાંપી હતી અને વાહનોને આગ ચાંપી દીધી હતી. હંગામા બાદ સમગ્ર વિસ્તારમાં કર્ફ્યૂં લગાવી દેવામાં આવ્યો છે અને બદમાશો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાઈકોર્ટના આદેશ બાદ જ અતિક્રમણ હટાવવાની કામગીરી થઈ હોવાનો વહીવટ અને સરકાર દાવો કરી રહી છે. કોંગ્રેસે કહ્યું કે બંને પક્ષોએ ધીરજ રાખવી જોઈએ.

100 લોકો ઘાયલ

ઘાયલ પોલીસકર્મીઓને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે અને તેમની હાલત ખતરાની બહાર છે. હોસ્પિટલમાં દાખલ 100 થી વધુ લોકોમાં મોટાભાગના પોલીસકર્મીઓ અને મ્યુનિસિપલ કર્મચારીઓ છે.

મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

મામલાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાજધાની દેહરાદૂનમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે તોફાનીઓને જોતા જ ગોળી મારી દેવામાં આવશે. તેમણે અધિકારીઓને અરાજક તત્વો સાથે કડકાઈથી વ્યવહાર કરવા સૂચના આપી હતી.

શાળાઓ બંધ, ઈન્ટરનેટ સ્થગિત

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હલ્દવાનીમાં કર્ફ્યૂં લાદવામાં આવ્યો છે, જ્યારે શહેરમાં ઇન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે, આ વિસ્તારમાં શાળાઓ બંધ રાખવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ તાત્કાલિક કામ (મેડિકલ વગેરે) સિવાય ઘરની બહાર નીકળી શકશે નહીં.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch