Fri,10 May 2024,1:54 pm
Print
header

સરકારી જેટમાં પરિવારને જલસા કરાવનારા ગુજસેલના કેપ્ટન અજય ચૌહાણની હકાલપટ્ટી- gujarat post news

ગાંધીનગરઃ સરકારી સંશાધનોનો દુરૂપયોગ કરનારા અને સરકારની નજરમાં આવનારા અધિકારીઓ સામે ભાજપ સરકાર કાર્યવાહી કરી રહી છે, હવે ગુજસેલના ડાયરેક્ટર પદેથી કેપ્ટન અજય ચૌધરીને હટાવી દેવામાં આવ્યાં છે. તેમની સામે સરકારી પરિવહનનો દુરુપયોગ કરવાનો આરોપ છે, સરકારને ફરિયાદ મળી હતી કે તેઓ પોતાના પરિવારને સરકારી જેટમાં ફેરવે છે, ત્યાર બાદ તેમને હટાવી દેવામાં આવ્યાં છે. તેમની જગ્યાએ નીતિન સાંગવાનને આ જવાબદારી આપવામાં આવી છે.

થોડા સમય પહેલા જ ચૌહાણ સામે તપાસ શરૂ કરી દેવામાં આવી હતી, જેમાં સામે આવ્યું હતુ કે સરકારી જેટનો ઉપયોગ તેઓ અંગત રીતે કરતા હતા અને તેમના પરિવારને ફરવા લઇ જતા હતા, જે મામલે ભાજપ સરકારને પુરાવા મળ્યાં હતા અને હવે તેમને હટાવી નાખવામાં આવ્યાં છે.

આ કેસ મામલે નવા તથ્યો પણ સામે આવશે, હાલમાં તો ચૌહાણની હકાલપટ્ટી કરીને સરકારે સરકારી સંશાધનોનો દૂરુપયોગ કરનારાઓને કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch