Sat,27 April 2024,12:32 am
Print
header

2002 ગોધરા રમખાણો પર નાણાંવટી-મહેતા પંચનો રિપોર્ટ જાહેર, મોદીને ક્લિનચીટ, 3 IPSની નકારાત્મક ભૂમિકા

ગાંધીનગર: 27 ફેબ્રુઆરી 2002નો દિવસ ગુજરાત માટે ગોઝારો દિવસ હતો,ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર એસ-6માં આગ લગાડી દેવાઇ હતી, જેમાં 59 કાર સેવકોનાં મોત થયાં હતાં, મૃતકોમાં 27 મહિલાઓ, 10 બાળકો અને 22 પુરુષો હતા, જે બાદ રાજ્યભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં, તેની તપાસ માટે આ પંચની રચના કરવામાં આવી હતી. જે તે વખતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે પણ બેદરકારીના આરોપ લાગ્યા હતા, જો કે રમખાણોના 17 વર્ષ પછી તપાસ કરી રહેલા નાણાંવટી-મહેતા પંચનો રિપોર્ટ વિધાનસભામાં ભાજપ સરકારે જાહેર કર્યો છે, જેમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ત્રણ મંત્રીઓ સ્વ.અશોક ભટ્ટ, સ્વ.હરેન પંડ્યા અને ભરત બારોટને ક્લિનચીટ આપવામાં આવી છે

પંચના રિપોર્ટમાં કહેવાયું છે કે આ કોઇ ષડયંત્ર ન હતુ, પરંતુ ટ્રેનનો ડબ્બો સળગાવનારા આરોપીઓ કોંગ્રેસનું બેકગ્રાઉન્ડ ધરાવતા હતા, સાથે જ મુખ્યપ્રધાન નિવાસસ્થાને જે બેઠક થઇ હતી, તેમાં કડક કાર્યવાહી ન કરવાની કે કોઇ એક કોમને સપોર્ટ કરવાની કોઇ જ વાત થઇ ન હતી, માત્ર મોદી પર ખોટા આરોપ લાગ્યા હતા કે તેમને રમખાણો થવા દીધા હતા.તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવાનું આ એક માત્ર ષડયંત્ર હતુ.

રિપોર્ટમાં ત્રણ IPS આરબી શ્રીકુમાર, સંજીવ ભટ્ટ અને રાહુલ શર્માની ભૂમિકા નકારાત્મક રહી હોવાનો દાવો કરાયો છે, રમખાણો વખતે ત્રણેય આઇપીએસ ડ્યૂટી પર હતા, તેમની કામગીરી નકારાત્મક હોવાનું રિપોર્ટમાં લખ્યું છે, ઉપરાંત ગોધરાકાંડના કેસોમાં કામ કરી રહેલા જનસંઘર્ષ મંચ અને તિસ્તા સેતલવાડની એનજીઓની ભૂમિકાને શંકાસ્પદ ગણવામાં આવી છે.

ગોધરાકાંડ તપાસ સમિતીના રિપોર્ટના અંશો 

- નરેન્દ્ર મોદી સહિત ચાર મંત્રીઓને ક્લિનચીટ 
- ગોધરાકાંડ પૂર્વયોજીત ષડયંત્ર, પછી થયેલા રમખાણો ષડયંત્ર ન હતું
- ત્રણ IPS આરબી શ્રીકુમાર, સંજીવ ભટ્ટ અને રાહુલ શર્માની ભૂમિકા નકારાત્મક 
- તત્કાલિન મુખ્યપ્રધાન મોદીએ કાર્યવાહી ન કરવાની કોઇ જ સૂચના આપી ન હતી
- મોદી શું થયું છે તે જાણવા જ એસ-6 ડબ્બાની મુલાકાતે ગોધરા ગયા હતા 
- જન સંઘર્ષ મંચ અને તિસ્તા સેતલવાડની ભૂમિકા શંકાસ્પદ 
- મોદીને દુનિયામાં બદનામ કરવાનું ષડયંત્ર હતુ
- ગુલબર્ગ સોસાયટીમાં પોલીસ રક્ષણ અપાયું હતુ
- મંત્રી ભરત બારોટે કોઇ જ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું ન હતુ

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar