Sun,05 May 2024,11:38 pm
Print
header

15 એજન્ટોનો ભાંડો ફૂટ્યો, ગુજરાતીઓએ અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ માટે લાખો રૂપિયા ચૂકવ્યાં

અમદાવાદઃ ફ્રાન્સથી નિકારાગુઆ જતી Airbus A340 ફ્લાઇટને માનવ તસ્કરીની આશંકાને આધારે ચાર દિવસ માટે ગ્રાઉન્ડ કરવામાં આવી હતી.આ વિમાનમાં 260 ભારતીયો સહિત 303 મુસાફરો સવાર હતા. આ પ્લેન 26 ડિસેમ્બરની સવારે મુંબઈમાં લેન્ડ થયું હતું. નિકારાગુઆ જતી ફ્લાઇટમાં ગુજરાતના 60 થી વધુ લોકો હતા, જેમને માનવ તસ્કરીની શંકાના આધારે ફ્રાન્સથી દેશનિકાલ કરવામાં આવ્યાં હતા.

આ મામલે એક નવો ખુલાસો થયો છે. ભારતીય અને ખાસ કરીને ગુજરાતના લોકોએ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવા માટે એજન્ટોને લાખો રૂપિયા ચૂકવ્યાં હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે લેટિન અમેરિકન દેશમાં પહોંચ્યાં પછી ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનું વચન આપનારા ઇમિગ્રેશન એજન્ટોને રૂ. 60 લાખથી રૂ. 80 લાખ ચૂકવ્યાં હતા.

66 લોકો ગુજરાતી હતા 

 

આ કેસની તપાસ કરી રહેલા સીઆઈડી-ક્રાઈમ અને રેલ્વેના અધિક્ષક સંજય ખરાતે જણાવ્યું કે આ 66 લોકો ગુજરાતના વતની હતા, જેમાં કેટલાક સગીરોનો પણ સમાવેશ થાય છે. તે તમામ મુખ્યત્વે મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર અને આણંદ જિલ્લાના હતા. તેમાંથી 55ની પૂછપરછ કરી છે અને તેમના નિવેદનો લીધા છે. તેમાંથી મોટાભાગનાએ ધોરણ 8 થી 12 સુધી અભ્યાસ કર્યો છે. દરેકે કબૂલ્યું હતું કે તેઓ દુબઈ થઈને નિકારાગુઆ પહોંચ્યાં પછી ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવા માટે સ્થાનિક ઈમિગ્રેશન એજન્ટોને 60 લાખથી 80 લાખ રૂપિયા ચૂકવવા સંમત થયા હતા.

અત્યાર સુધીમાં 15 જેટલા એજન્ટોના નામ સામે આવ્યાં 

સીઆઈડીએ અત્યાર સુધીમાં લગભગ 15 એજન્ટોનાં નામ અને સંપર્ક નંબરો મેળવ્યાં છે, જેમણે આ લોકોને યુએસ-મેક્સિકો સરહદ દ્વારા ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવામાં મદદ કરવાનું વચન આપ્યું હતું.

નિકારાગુઆ યુ.એસ.માં આશ્રય શોધનારાઓ માટે લોકપ્રિય સ્થળ

નિકારાગુઆ યુએસમાં આશ્રય શોધનારાઓ માટે લોકપ્રિય સ્થળ બની ગયું છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પેટ્રોલ (CBP) દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, નાંણાંકીય વર્ષ 2023 માં 96,917 ભારતીયોએ ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, જે અગાઉના વર્ષની સરખામણીમાં 51.61 ટકા વધારે છે. CBP ડેટા દર્શાવે છે કે તેમાંથી ઓછામાં ઓછા 41,770 ભારતીયોએ મેક્સિકન ભૂમિ સરહદ દ્વારા યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch