Sat,27 April 2024,10:19 am
Print
header

કોણ હશે ગુજરાતના નવા મુખ્યપ્રધાન, ? આ નામોમાંથી એકની થઇ શકે છે પસંદગી

ગાંધીનગરઃ કોરોનામાં નિષ્ફળ રહેલા વિજય રૂપાણીની ખુરશી છીનવાઇ ગઇ છે, ભાજપ હાઇ કમાન્ડે તેમનું રાજીનામું લઇ લીધું છે. વિજય રૂપાણીએ રાજીનામા પછી કહ્યું છે કે તેઓ પાર્ટી માટે આગળ પણ કામ કરતા રહેશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે રાજ્યમાં આમ આદમી પાર્ટીનું વધતુ કદ અને પાટીદારોની નારાજગી વચ્ચે ગુજરાતની ગાદી પર કોણે બેસાડવામાં આવશે. 

સૌથી પહેલા તો પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ કોઇ પાટીદાર નેતાને જ ગુજરાતની કમાન સોંપી શકે છે, જેમાં સૌથી પહેલું નામ પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન ગોરધન ઝડફિયાનું ચર્ચાઇ રહ્યું છે તેઓ વહીવટી નિપુણંતા ધરાવે છે અને તેમનો અનુભવ પણ પાર્ટીને આગામી વિધાનસભા ચૂંટણીમાં વધુ બેઠકો અપાવી શકે છે, ત્યાર બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કે જેઓ મોદીના ખુબ નજીકના ગણાય છે, ડે. સીએમ નીતિન પટેલ અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના નામો પણ સીએમની ખુરશીની રેસમાં છે. આ ઉપરાંત પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રફુલ પટેલ, તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે.

ભાજપ ધારાસભ્યો દળની ટૂંક સમયમાં જ બેઠક યોજાશે અને તેમાં નવા સીએમનું નામ જાહેર કરવામાં આવશે. ભાજપે આગામી વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત મેળવવા આ ખેલ ખેલ્યો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar